________________
આમ યશોવિજયજીની કથનકળાની સૂઝનો પણ જંબુસ્વામી રાસ’ માંથી ખ્યાલ આવે છે.
આ રીતે જંબુસ્વામી રાસ’ કથાનું નિર્માણ એ માટે દષ્ટાંતકથાઓનો સૂઝ-પૂર્વકનો વિનિયોગ અને અર્થપૂર્ણ એવી કથનકળા એમ ત્રણ બાબતે મધ્યકાલીન ગુજરાતી રાસપરંપરામાં મહત્ત્વની કૃતિ લાગી છે. પરંપરાથી પરિચિત એવા સર્જક એનો દષ્ટિપૂત રીતે વિનિયોગ કરે ત્યારે એમાંથી એક પોતીકી રચનાનું સર્જન કઈ રીતે શક્ય બને છે એ દષ્ટિબિંદુથી પણ આ રાસકૃતિનું મૂલ્ય છે. આમ યશોવિજયજીએ ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર માંની કથાને પોતીકી પ્રતિભાનો પાસ આપીને 'જંબુસ્વામી રાસ કૃતિનું નિર્માણ કર્યું છે.
સંદર્ભસામગ્રી
૧) જંબુસ્વામી રાસ , સંપા. રમણલાલ ચી શાહ ૨) મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય, હસુ યાજ્ઞિક ૩) આરામશોભા રાસમાળા, સંપા. જયંત કોઠારી
શાસ્ત્ર સુભાષિત કાવ્યરસ, વીણા નાદ વિનોદ, ચતુર મલે જો ચતુરને, તો ઊપજે પ્રમોદ.
ઉપાધ્યાય યશોવિજય
(શ્રીપાલ રાસ)
જ્ઞાનધારા-૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=