________________
તેજ દિવસથી અમ્માપિયા સંઘની જવાબદારી ચાલ થઇ ગઇ. શ્રાવકો માટે ઉપાસકદશાંગ છે તો સંતો માટે દશવૈકાલિક સુત્ર છે. શું આપણે દશ શ્રાવકો જેવા છીએ, ઉપાસક દશાંગનું જ્ઞાન ધરાવીએ છીએ ? આજે શ્રાવકો કેટલાને રાત્રિ ભોજનનો ત્યાગ તથા ગરમ પાણીનાં પચ્ચખાણ છે ? ચારિત્ર-તનમાં શ્રાવક વર્ગ૦%જવાબદાર છે. આપણે સંતોનેગોચરી સમયે દરવાજા ખુલા રાખી, સુઝતો આહાર રાખી ભાવના-ભાવતા રાહ જોઇએ છીએ શું સંત બેલ વગાડી, શિથિલાચારી બને ? આજે લગભગ સંતોને સવારના ગરમ ગોચરી તથા સાંજે ગરમ ગોચરી નથી મળતી. બીમાર વૃધ્ધ નવ-દીક્ષિતનું ધ્યાન અન્ય સમાજ રાખશે? આજે પણ સંતોમાં ત્રણ ગુણોના દર્શન થાય જ છે.
૧) કરૂણા ૨) ત્યાગ ૩) જ્ઞાન
કરૂણાના સાગર હોવાથી આપણે સ્વાર્થ માટે તેમના પાસે જઇએ. તેઓ કરૂણાવશ માળા જાપ જૈનવિધિથી જ બતાવે છે. ફેમિલી ડૉક્ટરની જેમ એક ફેમિલી ગુરુ પણ હોવાજ જોઇએ. ભગવાનના સમયમાં પણ શ્રાવકો પ્રશ્ન પૂછી સમાધાન મેળવતા. જૈન સંત નહીં બતાવે તો આપણા યુવા વર્ગ તાંત્રિકો, જ્યોતિષો પાસે ચાલ્યા જશે.
વર્તમાનની ચતુર્વિધ સંઘ સામે મોટી સમસ્યા એ છે કે ઉપાશ્રય લાખો રૂપિયાના, પરંતુ આવનારી સંખ્યા સંતોષપ્રદ નથી. તેમાંય યુવા-યુવતી જેઓ ભવિષ્યના જૈનશાસનના કર્ણધાર-સંચાલક છે, તેઓ બિલકુલ આવતા નથી. જૈનશાળા લગભગ બંધ થઇ ગઇ છે અથવા સાપ્તાહિક થઇ ગઇ છે. સંયુક્ત પરિવાર તૂટતા દાદા-દાદી દ્વારા ધાર્મિક સંસ્કાર નથી મળતા. વ્યાખ્યાન, સંત્સંગના અભાવે પહેલા જેને સંત-સતીને જોતા આપણા હૃદયમાં જે ઉત્કૃષ્ઠ ભાવ આવતા, તે વિલીન થઇ ગયા છે. સંપ્રદાયવાદના કારણે પણ મોટા તથા બાળકો આ આપણા સાધુ અને આ તેમના સાધુ - જેવા રાગ-દ્વેષ ધર્મમાં આવી ગયા ગયા છે. જેના કારણે મોટી વિકટ પરિસ્થિતિ તે ઉત્પન્ન થઇ છે કે
જ્ઞાનધારા-૧
૨૭૩ )
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=