________________
આજ અમુક પ્રદેશોમાં લાંબો વિહાર કરી આવેલ શ્રમિત સંતોને અમુક સંપ્રદાય ઉપાશ્રયમાં ઉતરવા નથી દેતા. સંત-સતીકે શ્રાવક-શ્રાવિકા પરસ્પર વંદના પણ વ્યવહાર નથી રાખતા. જ્યારે ભગવાન મહાવીરનો સ્યાદવાદ તથા અનેકાંતવાદ છે. નમો લોએ સવ્વસાહૂણં નો અર્થ શું ? નવપુષ્યમાં એક નમસ્કાર પુણ્યશાસ્ત્રમાં વર્ણિત છે. રાગ-દ્વેષથી શું મુક્તિ મળશે ?૨૫ મિથ્યાત્વમાં અવિનય મિથ્યાત્વ, અશાતના મિથ્યાત્વ, અક્રિયા આપણને મુક્તિની મંઝીલ સુધી પહોંચાડશે ? અમુક સંત પાસે જઇએ તો મિથ્યાત્વ લાગે, સમકિત ચાલ્યુ જાય આવું સમકિત કોને જોઇએ? આપણને ક્ષાયક સમકિત જોઇએ છે. ૧૫ ભેદે તીર્થકર સિદ્ધ કહ્યા છે. પુરૂષલિંગે, સ્ત્રીલીંગે, નપુંસકલિંગે. મરુદેવી માતાને હાથી પર કેવળજ્ઞાન થયું તથા નિર્વાણ થયું?
ભગવાન મહાવીર ક્યા સંપ્રદાયના હતા ? અમુક શ્રાવકોને ટિફીન લઇ જવાનાં પચ્ચખાણ અપાય છે. આનાથી શું અંતરાય કર્મ ન લાગે?
આ વાત સાચી છે કે સંતોને બેતાલીશ દોષ ટાળીને ગોચરી કરવાનું કહેલ છે. બાવીશ પરિષહના જીતણહાર બતાવ્યા છે. તેના માટે બ્રહ્મચર્યની નવવાડનું પાલન થવું અનિવાર્ય છે. રાત કે એકાંતમાં સંતો પાસે સાધ્વી કે શ્રાવિકા બેસી ન શકે. પંખાથી વધુ એ.સી. ની છૂટ સ્થાનકમાં ન અપાય. તબિયતવશ સંત-સતીને વાહન વાપરવાની આજ્ઞા ગુરુ કે સંઘ આપે, તો પછી પ્રાયશ્ચિત પણ અનિવાર્ય છે. આનો અર્થ એમ નથી કે જીવનભર વાહન વાપરે. કારણ કે જૈન સંત-સતીઓ વિહાર તથા અપરિગ્રહના કારણે જ વિશ્વ તથા અન્ય ધર્મોની દષ્ટિમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. માટે જમાનાનું બહાનું આપી જે દિવસે ચક્ર વિહારી કે ગગનવિહારી થઇ જવાની શ્રાવકો આજ્ઞા આપશે તે જ દિવસે જૈન ધર્મની તેટલી મહત્તા નહીં રહેજેટલી વર્તમાનમાં છે. સંતોનાં સંયમ-નિર્વાહમાં અમ્માપિયારૂપી શ્રાવક-શ્રાવિકાએ વાત્સલ્ય સાથે જાગ્રતી રાખવાની જરૂર છે. જે દિવસે તેમને પરિવારનો ત્યાગ કર્યો,
જ્ઞાનધારા-૧
૨૭૨ )
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e