________________
યુવા શિક્ષિત વર્ગ કહે છે કે આના કરતા ઉપાશ્રય ન જવું સારૂ. તેથી દર વર્ષે લગભગ સ્થાનકવાસી દશ પંદર ઘર દેરાસર, સ્વામીનારાયણ અથવા શ્રીમદ્ભા મા જઇરહ્યા છે. જોકે શ્રીમદભગવાન મહાવીરના જ અનુયાયી હતા. તેમને સાગર રૂપી શાસ્ત્રનો સાર સરળ ભાષામાં ગાગર રૂપે જૈન સમાજ સમક્ષ મૂકી દીધો છે. જેમાંથી મુખ્ય નવનીત રાગ-દ્વેષને છોડવાનું જ છે. મોક્ષનો સીધો રસ્તો બતાવેલ છે. તેથી યુવા-વર્ગ ઉપાશ્રય તથા સંત-દર્શન છોડી સ્વાધ્યાય મંડળ કે મંદિર તરફ જવા લાગ્યા છે. શ્રીમદ્ગ આપણે ગુરુ તરીકે માનીએ છીએ. ત્યાગી સંત-સતીની અશાતનાતો કોઇ કાળે કરી જ ન શકાય. કારણ તેમનાથીજ ચતુર્વિધ સંઘ તથા ચિરકાળ સુધી જૈન શાસન ચાલવવાનું છે. ધર્મ તથા ગુરુ ક્યારેય ન બદલાય.
જૈન સપ્તવ્યસનથી દૂર રહે પરંતુ આજે સાંભળીએ છીએ કે અમુક જૈન નબીરાઓ હોટલમાં માંસાહાર કરે છે - દારૂ પીએ છે તથા જુગાર રમે છે, ત્યારે આપણું મસ્તક શરમથી ઝૂકી જાય છે. આનાપર બ્રેક મારવી ચતુર્વિધ સંઘની નૈતિક ફરજ છે. જૈનત્વનું મૂળ લક્ષણ જ અહિંસા છે. અહિંસાનો સંદેશ વિશ્વને કોણ આપશે ? મૂક પશુ જગત, કોના પાસે કરૂણા તથા બચાવની આશા રાખશે ? જૈનો જાગો, એક થાઓ. વિશ્વ સંપ્રદાય તથા આચાર્યોને નથી ઓળખતું. ભગવાન મહાવીરને ઓળખે છે. માટે સંપ્રદાયવાદ બંધ કરો. આના માટે સંતો, દાનવીરો, વિદ્વાનો, લેખકો માટે તથા પત્રકારોની વર્તમાન સમયમાં ફરજ ચેલેંજ બનીને સામે ઊભી છે.
ભય નહીં હૈ, હમેં દુર્જનો કી દુષ્ટતા સે ભય હૈ, હમેં સજ્જનોં કી નિષ્ક્રિયતા સેn
હાલની પરિસ્થિતિમાં ઉપરોક્ત વિભૂતિઓએ કમર કસીને તેને દૂર કરવા કટિબદ્ધ થઇ જવાની જરૂર છે.
જ્ઞાનધારા-૧
જ્ઞાનધારા-૧
૨)
૨૪
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
જ્ઞાનસત્ર-૧