________________
તાડપત્રીય હસ્તલિખિત જૈનગ્રંથ અને તેની સંરક્ષણ પ્રવૃત્તિઓ
વર્ષા શાહ
(જૈનધર્મના અભ્યાસુ વર્ષાબેન જૈનજ્ઞાનસત્રો અને સેમિનારમાં અવારનવાર પોતાના અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ કરે છે.)
પ્રાગ – ઈતિહાસ અને ઈતિહાસ કાળમાં તાડપત્રલેખન
પ્રાગ ઐતિહાસિક કાળ :- આજે આપણને પ્રાગ ઐતિહાસિક કાળની વિવિધ પુરાતત્ત્વીય સામગ્રી સંગ્રહાલયમાં જોવા મળે છે, એ આશ્ચર્યચકિત કરી દે છે.
મોહનજોડેરો, ઢોલાવીરા, લોથલ વગેરેની હરપન્ન, એસીરિયન, મેસોપોટેમિયમ, સુમેરિયન વગેરેમાં પ્રાચીનતમ સભ્યતાના શિલાલેખો, પશુ-પક્ષી, ફૂલ-પાંદડાં આદિમુદ્રાઓ અંકાયેલી જોવા મળે છે . સિંધુખીણની તેમજ મોહનજોડેરોના ખોદકામ દરમ્યાન જે અવશેષો મળ્યા છે, જેવા કે સભાભવન, હાટબજાર, શસ્ત્રો, આભૂષણો, પરથી વિદ્વાનો એવું અનુમાન કરે છે કે તે લોકોનો સંબંધ શ્રમણ અથવા જૈન પરંપરા સાથે છે. વિદ્વાનોનું એવું માનવું છે કે સિંધુખીણની સંસ્કૃતિની ત્રીજા તીર્થંકરના સમયથી શરૂઆત થઇ હશે. પ્રો. પ્રાણનાથ વિધાશંકર એમ માને છે કે આ સભ્યતાનો આરંભ, ત્રીજા તીર્થંકરના સમયથી નહીં, પણ સાતમા તીર્થંકરના સમયથી થયો હોવો જોઇએ. સિંધુખીણમાં સ્વસ્તિક ચિન્હ પ્રચલિત હતું અને રસ્તાઓ, શેરીઓ સ્વસ્તિકાકાર મળે છે. સૌથી જૂની લિપિ બ્રાહ્મી હતી અને અશોકની લિપિ, શારદાલિપિ, દેવનાગરી તથા દક્ષિણ ભારતની લિપિનો બ્રાહ્મીમાંથી જ જન્મ થયો.
જ્ઞાનધારા-૧
૨૬૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧