________________
ધર્મધ્યાનમાં પ્રવેશ કરવા માટે આ બાર ભાવનાનું ચિંતન ભવચકના ફેરા ટાળી આત્મા સાથે અનુસંધાન કરાવનાર છે. બાર ભાવના પછી ભાવનાની ક્ષિતિજનો વિસ્તાર જ્ઞાનીઓએ ચાર પરાભાવના દ્વારા કર્યા છે તે મૈત્રી, પ્રમોદ, કરણા અને માધ્યસ્થ ભાવનાના નામે છે.
આ સૃષ્ટિના તમામ જીવો સાથે મારે મૈત્રી છે. મારા કોઇ વિરોધી કે દુશ્મન નથી, તેવી મૈત્રીની ભાવના જીવરાશિ માટે મંગળકારી છે. મૈત્રીભાવ અને ક્ષમાપના વિશ્વને જૈનદર્શનની અણમોલ ભેટ છે.
ગુણવાનના ગુણ જોઇ આનંદથવો, એગુણોની પ્રશંસા કરવી અને એવા જ ગુણોનું આપણામાં અવતરણ થાય તેવી ભાવનાને પ્રમોદભાવના છે.
દુખી વ્યક્તિના દુઃખ-દર્દ જોઇ આપણા હૃદયમાં અનુકંપાનું ઝરણું પ્રવાહિત થાય, એનું દર્દ આપણું જ દર્દ છે તેવી અનુભૂતિ સાથે તેનું દુઃખ દર્દ દૂર થાય તેવો ઉપાયો કરવાનું ચિંતન અને પુરુષાર્થ દ્વારા તેનું આચરણ કરુણા ભાવ છે.
જ્યાં પોતાનો ઉપાય ન ચાલે, શિખામણ ન ચાલે તેવા હદયદ્રાવક પ્રસંગો, અન્યનું વર્તન ત્રાસ ઉપજાવે તેવું હોય એ વ્યક્તિ અને બનાવો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી ક્રોધ કર્યા વગર, સમતા રાખી, શાંત વિચારણા દ્વારા તેનું યોગ્ય સ્થાન સમજાવવાની ધીરજ તે મધ્યસ્થ ભાવ છે. પાપી પાપ કરે તેની સામે દ્વેષનો અભાવ અને તેના પ્રત્યે સહાનુભૂતિનો પણ અભાવ તે માધ્યસ્થભાવના છે.
આ સોળ ભાવનાઓ જીવનને આંતરવૈભવ છે. અનુપ્રેક્ષાશુભમાંથી શુદ્ધ તરફ જવાની યાત્રા છે. આ ભાવનાઓથી જીવ શાંત સુધારસનું પાન કરી જીવમાંથી શિવ બનાવવાના રાજમાર્ગ પ્રતિ જઇ શકે છે.
Hજ્ઞાનધારા-૧
૨૬૨ )
ન જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧