________________
તાડપત્ર – ભુર્જપત્રના લેખનની શરૂઆત
શ્રમણ ભગવાન મહાવીરના બીજા સૈકાની જ વાત તરફ લક્ષ કરતાં જણાય દે કે મગધમાં એક સાથે ઉપરાઉપર મહાભીષણ બારવર્ષ દુષ્કાળ પડયો. આ કારમાં દુષ્કાળની અસર સાધુભગવંતોના શ્રુતજ્ઞાન પર પણ પડી. સાધુઓના ચિંતન, મનન, સ્વાધ્યાય આદિના અભાવે શ્રુતજ્ઞાન વિસરાવા લાગ્યું. આર્યશ્રી સ્થૂલિભદ્ર ખૂબ ચિંતિત થયા અને લોકકલ્યાણના શુભ આશયથી એમણે પાટલીપુત્રમાં સાધુઓ અને શ્રાવકોને એકઠા કર્યા અને કંઠસ્થ જ્ઞાનને તાડપત્ર પર ઉતારવાનો પ્રારંભ થયો અને અગિયાર અંગ ઉતારી શકાયા જ્યારે બારમું અંગ દૃષ્ટિવાદ નાશ પામ્યું કારણકે એક માત્ર ભદ્રબાહુસ્વામીને જ દૃષ્ટિવાદનું જ્ઞાન હતું, અન્ય કોઇને નહીં. વીર નિર્વાણના બીજા સૈકાથી જ શ્રુતજ્ઞાનમાં ભિન્ન ભિન્ન ભાષા તથા ભાવોમાં પરિવર્તન થવા લાગ્યું.
વીર નિર્વાણના પાંચમા – છુઠ્ઠા સૈકામાં બીજો ભીષણ દુકાળ પડયો. સુકાળ થતાં જ પૂ. સ્કંદીલાચાર્યે, કાલિકસૂત્રનું સંકલન કર્યું.
દશમાં સૈકામાં ત્રીજો દુષ્કાળ પડયો. સુકાળ થતાંની સાથે પૂ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે શ્રુતજ્ઞાનનો પુનઃ સંકલિત કર્યું. આ રીતે દુષ્કાળના ભીષણ પ્રહારોથી પ્રહારિત થયેલ હોવા છતાં વર્તમાનમાં શ્રુતજ્ઞાન આપણા સૌ માટે માટે ખૂબ ઉપકારક બની રહેલ છે ઉપરાંત તત્ત્વજ્ઞાન, ખગોળ, જ્યોતિષ, આયુર્વેદ, અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વગેરે વિષયોની અસંખ્ય હસ્તપ્રતો આપણો ભવ્ય વારસો છે, અમૂલ્ય સાંસ્કૃતિક સંપત્તિ છે.
હસ્તલિખિત તાડપત્ર આદિનું સંરક્ષણ
પરમઉપકારી આપણા પૂર્વજોએ જ્ઞાનનો અમૂલ્ય ભંડાર આપણા કલ્યાણ માટે સાચવવા મૂકી ગયા છે એની સારસંભાળ, સંરક્ષણ અને માવજત આપણા સૌનું પરમ કર્તવ્ય છે.
જ્ઞાનધારા-૧
૨૬૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧