________________
જૈનાચાર અને તત્ત્વજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે માધ્યમોનો ઉપયોગ
પ્રા. નલિની શાહ
(જૈનધર્મમના અભ્યાસુ નલિનીબેન સ્વાધ્યાય અને સત્સંગમાં રત રહે છે અને જૈનધર્મના સેમીનારોમાં બાગ લે છે.)
ભગવાન મહાવીરે એમના અંતિમ ઉપદેશમાં શ્રી ગૌતમસ્વામીનેકહ્યુંહતુંકે સમય ગોયમ મા પમાયણ હે ગૌતમ ! તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહિ. સદા અપ્રમત રહેજે. સદા જાગૃત રહેજે. જાગૃતિ એ જ જીવન છે, પ્રમાદ એ જ મૃત્યુ છે.
પ્રભુ મહાવીરની વાણી આપણે સતત યાદ રાખવા જેવી છે. નો નામત હૈ, વો પાવત હૈ । નો સોવત હૈ, વો હોવત હૈ । જે જાગે છે એ કઇંક પ્રાપ્ત કરી લે છે અને જે ઉંઘતો રહે છે એ ગુમાવતો જ રહે છે. જીવનના દરેક ક્ષેત્રે આપણે જો નજર નાખીએ તો આપણને આ સત્યની પ્રતીતિ થાશે. ભગવાન તીર્થંકર દેવોએ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જે ધર્મમાર્ગનો ઉપદેશ આપ્યો, તેમાં સમત્ત્વની સાધના મુખ્ય હતી. સમત્વની સાધના માટે ભગવાન મહાવીરે અનેકાંતદૃષ્ટિનું દાન કર્યું. સ્યાદ્વાદમય ભાષા પદ્ધતિ શીખવાડી. પરંતુ ભગવાનની અનેકાંતદૃષ્ટિને ભૂલીને મહાવીરના અનુયાયીઓ, આપણે શું એકાંતવાદી નથી બન્યા ? ને તેથી જૈન પરંપરાનું ગૌરવ ખંડિત કરવામાં શું આપણે ઓછા જવાબદાર છીએ ?
જૈનદર્શનની સર્વમાન્ય બે વિશેષતાઓનો ઉલ્લેખ કરી દઉં તો અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતથી જ બતાવી શકાય. તેથી અનેકાંત વિચારસરણીનો ખરો અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશો અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં યોગ્ય રીતે સ્થાન આપવું.
જ્ઞાનધારા-૧
૨૫૨
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧