________________
૨) આગમ-ગ્રંથોમાં નાડુ - પાસડુ પદનો એક સાથે પ્રયોગ કેવલીના એકોપયોગનું સંસૂચક છે.
૩) કેવલી સદા જ્ઞાતા, સદા દ્રષ્ટા હોય છે અને તે રૂપ એકોપયોગમાં ચા અભેદોપયોગમાં જ સુરક્ષિત રહી શકે છે.
૪) કેવળીનું જ્ઞાન અને દર્શન સાદિ-અનન્ત છે. તે સાદિ-અનન્તત્વ એકોપયોગનું પ્રતીક છે.
૫) મતિ, કૃત આદિ ચાર જ્ઞાન ક્ષાયોપથમિક અને અસર્વાર્થગ્રાહી છે. તેમાં જ્ઞાન અને દર્શન વિષયક ભેદ હોય છે પણ કેવળીનું જ્ઞાન ક્ષયજન્ય અને સર્વાર્થગ્રાહી હોય છે માટે તેમાં ક્રમ-અક્રમ અથવા સામાન્ય-વિશેષ જેવો કોઇ ભેદ હોતો નથી.
આમ, આચાર્ય સિદ્ધસેનનું દાર્શનિક જગતમાં વૈશિધ્યપૂર્ણ સ્થાન છે. તેમના દ્વારા રચિત અનેક ગ્રંથોમાં એક મૂલ્યવાન ગ્રંથ સન્મતિ પ્રકરણ છે, જેમાં તેમની મૌલિક શક્તિનું દર્શન થાય છે. તેમની એ નવોન્મેષ પ્રતિભા જૈનશાસન માટે વરદાનરૂપ સાબિત થઇ છે.
આપણે પણ તેમના તત્ત્વજ્ઞાનનું પઠન-મનન-ચિંતન કરીને સત્ત્વ ગ્રહણ કરી, તેનું પાચન કરી, તેને સૂક્ષ્મ અને સ્કૂલ બંને રીતે જીવનમાં વણી લઇએ તો જીવ્યું સાર્થકગણાશે. તેમણે અપનાવેલી અનેકાન દષ્ટિજો વ્યાવહારિક, સાંસારિક, સામાજિક, રાજકીય, વૈજ્ઞાનિક કે દાર્શનિક કે કોઇપણ ક્ષેત્રમાં અપનાવીશું તો બધી સમસ્યાઓનું સમાધાન આપોઆપ થઇ જશે.
આ આગ્રહમુક્ત શૈલી માટે આચાર્ય તુલસી કહે છે કેઃ
આગ્રહીન ગહન ચિંતન કા દ્વાર હંમેશાં ખુલા રહે, કણ-કણમેં આદર્શ તુમ્હારા પય-મિશ્રી જ્યોંધુલા રહે.
જ્ઞાનધારા-૧
૨૫૧
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E