________________
જેમજેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પોતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓના દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસ સંકુચિતતાઓ અને વાસનાઓ સામે ન થાય, ત્યાં સુધી તે પોતાના જીવનમાં અનેકાંતના વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતો. તેથી અનેકાંતના વિચારની રક્ષા અને બુદ્ધિના પ્રશ્નમાથી જ અહિંસાનો પ્રશ્ન આવે છે. જૈન અહિંસા ખરા આત્મિક બળની અપેક્ષા રાખે છે. કોઇપણ વિકાર ઊભો થયો, કોઇ વાસનાએ ડોકિયું કાઢયું કે કોઇ સંકુચિતતા મનમાં સરકીત્યાં જૈન અહિંસા એમ કહે કે તું એ વિકારો, એ વાસનાઓ એ સંકુચિતતાઓથી ન હણા, ન હાર, ન દબા, તું એની સામે ઝઝમ અને એ વિરોધી બળોને જીત. આ આધ્યાત્મિક જય માટેનો પ્રયત્ન એ જ મુખ્ય જૈન અહિંસા છે, આને સંયમ કહો, તપ કહો કે ધ્યાન કહો કે કોઇપણ તેનું આધ્યાત્મિક નામ આપો પણ એ વસ્તુતઃ અહિંસા જ છે. જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થળ આચાર નથી પણ તે શુધ્ધ વિચારના પરિપાક રૂપે અવતરેલો જીવનોત્કર્ષક જૈનાચાર છે.ઉપર વર્ણવેલા અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઇપણ બાહ્યાચાર જનમ્યો હોય અગર એ સૂક્ષ્મ રૂપની વૃષ્ટિ માટે કોઇ આચાર નિર્માયો હોય તો તેને જૈન તત્ત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે.
पढमं नाणं तओ दया પ્રથમ જ્ઞાન પછી દયા. જ્ઞાનથી જીવ આજીવને જાણે તો જ તેની રક્ષા કરી શકે. જેને જ્ઞાનનો અભ્યાસ નથી તે પોતાના આત્માનું સુખ કલ્યાણ ક્યા કર્મોથી થાય છે અને દુઃખો ક્યા કર્મોથી આવે છે તે જાણે નહિં. જે સુખદુઃખ લાવનારા કર્મોને નહીં જાણે તે શું કરી શકશે ? કંઇ જ નહિં.
ના સત્વરૂપIIII હદયમાંજ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ થવાથી અજ્ઞાન અને મોહનો નાશ થાય છે. એ દિવ્ય પ્રકાશથી જગતના તમામ પદાર્થોનું અને રાગદ્વેષથી થતાં કર્મબંધના ફળોનું હસ્તકમલવત જાણપણું થાય છે
જ્ઞાનધારા-૧
૨૫૩
- જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E