________________
વળી આવી રીતે એક પરાવર્તન થયું એટલે રમત પૂરી થઈ એવું નથી. એક પ્રકારના પરાવર્તન પછી તરત જ - તત્ક્ષણ તે પ્રકારનું બીજું પરાવર્તન ચાલુ થઈ જાય છે. એમ અનંત પરાવર્તનો કરતો જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
' હવે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ આ ચારે પ્રકારના પુદ્ગલ પરાવર્તન વિશે વિગતે જોઈએ. સ્થૂલ અને સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલ પરાવર્ત
'શ્રી પુદ્ગલ પરાવર્તસ્તવ” નામની કૃતિમાં કહ્યું છેઃ મૌર્વેિદ્રિય तेजसभाषाप्राणचित कर्मतया । सर्वाणुपरिणतेर्भे स्थूलोऽभूत्पुद्गलावर्तः ।। [ઔદારિક, વૈક્રિય, તેજસ, ભાષા, પ્રાણ (શ્વાસોચ્છવાસ), મન અને કર્મએસાત વર્ગણાના સર્વ અણુઓને પરિણાવવાથી (ગ્રહણ કરીને મૂકવાથી) યૂલ દ્રવ્યપુદ્ગલપરાવર્ત થાય છે. પુદ્ગલપરમાણુઓના વર્ગણાની દષ્ટિએ સાત પુદ્ગલ પરાવર્ત ગણવામાં આવે છે.
જેમ કે (૧) ઔદારિક પુગલ પરાવર્ત, (૨) વૈક્રિય પુદ્ગલ પરાવર્ત, (૩) તેજસ પુગલ પરાવર્ત, (૪) કાર્મણ પુલ પરાવર્ત, (૫) મન પુદ્ગલ પરાવર્ત, (૬) વચન પુદ્ગલ પરાવર્ત, (૭) શ્વાચ્છવાસ પુદ્ગલ પરાવર્ત.
જીવે જ્યારે જ્યારે ઔદારિક શરીર ધારણ કર્યું હોય ત્યારે ત્યારે ઔદારિક વર્ગણાના લોકવર્તી સમસ્ત પુદ્ગલોને ક્રમશઃ ઔદારિક શરીરરૂપે ગ્રહણ કરે અને પરિણમાવે.એમાં જેટલો કાળ પસાર થાય તેને ઔદારિક પરાવર્ત કહે છે. એ રીતે સંસારચક્રમાં પરિભ્રમણ કરતો જીવ, ક્રમશઃ ઔદારિક વગેરે સાતે પ્રકારની વર્ગણાના સમસ્ત પુદ્ગલ પરમાણુઓને પરિણમાવે ત્યારે સાત વર્ગણાનો એક પરાવર્ત પૂરો થાય.
જીવે જે ગતિમાં જે પ્રકારનો દેહ ધારણ કર્યો હોય તેને અનુરૂપ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓને તે પરિણમાવે છે. ઉદાહરણ તરીકે જીવ મનુષ્ય હોય તો વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે, જો તે દેવગતિમાં કે નરકગતિમાં હોય ત્યારે તે તેટલો વખત ઔદારિક પુગલોને
જ્ઞાનધારા-૧
૨૨૯
જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=