________________
ન પરિણમાવી શકે. એ પ્રમાણે જીવ જો અસંજ્ઞી હોય તો તે વખતે તે મન વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે. એકેન્દ્રિય જીવો વચન વર્ગણાના પુદગલોને ન પરિણમાવી શકે. નરકગતિના જીવે પૂર્વના જનમોમાં ઔદારિક પુદગલ પરાવર્ત અનંત વાર કર્યા હોય. આ પ્રમાણે જુદી જુદી ગતિના જીવો વિશે તે ગતિ અનુસાર પૂર્વજનમ અને પુનર્જન્મ વિશે કથન કરવામાં આવે છે. પૂર્વજન્મોમાં સર્વ જીવોએ અનાદિ કાળથી સંસાર પરિભ્રમણ કરવામાં સાત વર્ગણાના પ્રકારના અનંત પુલ પરાવર્ત કર્યા છે. અનાગત એટલે કે ભવિષ્યકાળની દષ્ટિએ વિચારીએ તો અભવ્ય જીવો સાતે પ્રકારનાં પુદ્ગલ પરાવર્ત કરશે, કારણ કે તેમનો મોક્ષ નથી. બીજા બધા જીવો માટે અનાગત કાળ વિશે જુદી જુદી સ્થિતિ હોઈ શકે.
| ઔદારિક શરીરવાળો જીવ ઔદારિક વર્ગણાના પુદ્ગલોનું પરાવર્તન કેવી રીતે કરે છે તે વિશે ભગવાન મહાવીરસ્વામીએ શ્રી ગૌતમસ્વામીને કહ્યું છે કે તે જીવે પ્રથમ ઔદારિક શરીરના નિર્માણને યોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીર રૂપે ગ્રહણ કર્યા છે, પછી તેને આત્મપ્રદેશોની સાથે બદ્ધ કર્યા છે.(શરીરમાં ધૂળની જેમ પહેલાં સ્પર્શ કર્યો છે) પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે પરિણમિત કર્યા છે, તેને પ્રસ્થાપિત કર્યા છે, તેને નિવિષ્ટ કર્યા છે (પોતે તેનો પ્રવેશ કરાવ્યો છે), અભિનિવિષ્ટ કર્યા છે (આત્માની સાથે સંપૂર્ણપણે સંલગ્ન કરાવ્યા છે), અભિસમન્વાગત કર્યા છે (પુદ્ગલોનો રસાનુભવ કર્યા છે), પરિયાત કર્યા છે (સર્વ અવયવોથી રસાનુભવ કર્યા છે, અન્ય રૂપે પરિણામિત કર્યા છે), નિજીર્ણ (ક્ષીણ રસવાળાં) કર્યા છે, નિઃસૃત અને નિઃસૃષ્ટ(પૃથક) કર્યા છે અને એ રીતે તે પુદ્ગલો આત્મ પ્રદેશોથી પૃથફ અર્થાત્ છૂટાં થયાં છે.
આમ જીવ પોતાના શરીરમાં ઔદારિક પુદ્ગલો ગ્રહણ કરીને, પરિણમાવીને પછી છોડી દે છે. એમાં ગૃહીત, બદ્ધ, સ્પષ્ટ, કૃત, પ્રસ્થાપિત, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, પ્રરથાપિત, પરિણામિત, નિજીર્ણ, નિઃસૃત અને નિઃસૃષ્ટ એમ તેર પ્રકારની પ્રક્રિયા થાય છે. એવી જ રીતે પ્રત્યેક વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ વિશે આ તેર પ્રકારની પ્રકિયા થાય છે.
જ્ઞાનધારા-૧
૨૩૦
- જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=