________________
કોઈ એક આંકડો લખેલો હોવો જોઈએ. જરૂરી નથી કે એક જ આંકડો ચારે રંગમાં એક સરખો લખેલો હોય. એ લખેલો હોઈ પણ શકે અને ન પણ હોય, પણ દરેક રંગમાં ૧ થી ૧૦૦ સુધીના આંકડા હોવા જોઈએ.
૧
હવે કોથળીમાંથી એક સોગઠી કાઢવામાં આવે. એના ઉપર લાલ રંગમાં જે આંકડો હોય તે પ્રમાણે લાલ રંગના કાગળ પરના આંકડા પર ચોકડી કરવી. એજ વખતે એ જ સોગઠીમાં વાદળી, લીલા અને કેસરી રંગમાં જે જે આંકડા લખ્યા હોય તે પ્રમાણે તે તે રંગના કાગળના આંકડામાં ચોકડી કરવી. આમ, ૧ થી ૧૦૦ સુધીની બધી સોગઠી બહાર નીકળશે ત્યારે ચારે રંગના કાગળ પર ચોકડીઓ પૂરી થશે. આ બધી ચોકડી ક્રમથી નહિ પણ અક્રમથી કે વ્યુત્ક્રમથી થઈ. આ અક્રમ પરાવર્તન એક સાથે ચાર રંગનું થયું, એ ચાર રંગ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ – એ ચારનાં છે. એટલે એક સાથે ચાર અક્રમ અથવા સ્થૂલ પરાવર્તન થયાં.
-
રમત નં. ૪
આગળ પ્રમાણે ચાર રંગના કાગળ અને ચાર રંગવાળી સોગઠી રાખવાની. પણ હવે દરેક રંગના કાગળમાં આંકડાઓ ઉપર ૧ થી ૧૦૦ સુધી અનુક્રમે જ ચોકડી કરવાની. વચ્ચે બીજા આંકડા નીકળે તે છોડી દેવાના. એટલે આગળ પ્રમાણે ચાર પરાવર્તન અનુક્રમે જ થશે. આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું પ્રત્યેકનું અનુક્રમે પરાવર્તન થયું કહેવાય. આને સૂક્ષ્મ પરાવર્તન કહી શકાય.
અહીં તો સમજવા માટે રમતમાં આપણે ૧ થી ૧૦૦ સુધીના આંકડા ઉદાહરણ સ્વરૂપે રાખ્યા. જો કે આ રમતો સંપૂર્ણ નથી, પણ બાળજીવોને સમજવા માટે છે પણ એ આંકડા ૧ થી લાખ, કરોડ કે અબજ સુધીના નહિ, પણ અસંખ્યાતા કે અનંતા હોય તો આ રમત રમતાં કેટલો બધો સમય લાગે ? આપણી કલ્પનામાં પણ ન આવે એટલો સમય લાગે.
અલબત્ત, આ પુદ્ગલ પરાવર્તનમાં એક સેકન્ડનો, એક સમય માત્રનો બગાડ થતો નથી. રમત સતત ચાલુ જ રહે છે-એક ભવથી બીજા ભવ સુધી અને ભવોભવ સુધી એ પ્રમાણે ચાલ્યા જ કરે છે.
જ્ઞાનધારા-૧
૨૨૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧