________________
એવા તબક્કે આવીએ કે જ્યારે હવે એના બે વિભાગ થઈ શકે એમ ન હોય એને અણુઅથવાપરમાણુ કહીએ છીએ. શ્રી ભગવતીસૂત્રના પાંચમા શતકના સાતમા ઉદ્દેશકમાં કહ્યું છે કે પરમાણુ પુદ્ગલ અવિભાજ્ય, અચ્છધ, અદાલ અને અગ્રાહ્ય છે, એટલે કે પુદ્ગલ પરમાણુના વિભાગ થઈ શકતા નથી, તેનું છેદનભેદન થઈ શકતું નથી. વળી તે અનર્ધ, અમધ્ય અને અપ્રદેશી છે.એટલે કે તેના બે ભાગ થઈ શકતા નથી, તેમાં આદિ, મધ્ય અને અંત એવા ભાગ થઈ શકતા નથી અને તે એક પ્રદેશરૂપ હોવાથી તેના વધુ પ્રદેશો થઈ શકતા નથી.
નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે પુના વહાં (અર્થાત્ પુદ્ગલ દ્રવ્યના ચાર પ્રકાર છે) વંધા, વેસ-પાસા પરમાણુ વેવ નાયબ્રા | આમ પુદ્ગલ સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એવા ચાર પ્રકાર છે.એમાં સ્કંધો અનંત છે, તેવી રીતે દેશ, પ્રદેશ અને પરમાણુ પણ અનંત છે.આ રીતે પરમાણુ એ પુદ્ગલનો સૂક્ષ્મતમ અંશ છે.તે નિત્ય, અવિનાશી અને સૂક્ષ્મ છે.એવા સૂક્ષ્મ પરમાણુમાં રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ એ ચાર ગુણલક્ષણ હોય છે.બે તેથી વધુ પરમાણુ એકત્ર થાય, એટલે કે એકબીજા સાથે જોડાઈ જાય તો સ્કંધ થાય છે.બે,ત્રણ એમ સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા પરમાણુઓના પિંડને સ્કંધ કહેવામાં આવે છે.
ભગવતીસૂત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશકમાં કહ્યું છે કે પુદ્ગલના ત્રણ પ્રકાર છેઃ (૧) પ્રયોગ પરિણત-એટલે જીવના વ્યાપારથી પરિણત યુગલો જેમ શરીરાદિ, (૨)વિસ્ટસા પરિણત એટલે જીવના પ્રયત્ન વિના સ્વભાવથી પરિણત પુદ્ગલો જેમ કે તડકો, છાંયો, (૩) મિશ્ર પરિણત એટલે કે પ્રયોગ અને વિસ્મસા એ બન્ને દ્વારા પરિણત યુગલો – જેમ કે મૃતકલેવરો.
પુદ્ગલ દ્રવ્યમાં નિરંતર પરિવર્તન થયા કરે છે.પરમાણુ પુલમાં સંઘાત અને ભેદથી અનંત પરિવર્તન સતત ચાલ્યા કરે છે.એક પરમાણુ બીજાં અનંત પરમાણુઓ સાથે અથવા સ્કંધ સાથે સંઘાત અને ભેદને પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું પરિવર્તન અનંત છે, કારણ કે પુદ્ગલ પરમાણુઓ
જ્ઞાનધારા-૧
૨૨૩ .
| જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E