________________
અનંત છે. એટલે આ પરિવર્તનના પ્રકાર પણ અનંત છે. આ પરિવર્તનના આધારે પુદગલોનો ઉપરાવર્ત થાય છે તેની વિચારણા આપણા શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે.
ચૌદ રાજલોકમાં અનંતાઅનંતપુદ્ગલપરમાણુઓ છે.એમાં કોઈપણ એક જાતિના સમૂહને વર્ગણા કહે છે.એવી અનંત વર્ગણાઓ પુદ્ગલ પરમાણુઓમાં છે.એ બધી વર્ગણાઓને સાત મુખ્ય પ્રકારની વર્ગણામાં વિભક્ત કરવામાં આવી છે. જેમ કે (૧)ઔદારિક વર્ગણા, (૨) વૈક્રિય વર્ગણા, (૩) તેજસ વર્ગણા, (૪)કામણ વણા, (૫) મનોવર્ગણા (૬) વચન વર્ગણા, (૭) શ્વાસોચ્છવાસ વર્ગણા.
અનાદિકાળથી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણનો આધાર તે પુદગલ પરમાણુઓનું ગ્રહણ અને એનો ત્યાગ છે.આ ગ્રહણ અને ત્યાગની પ્રક્રિયાને પુદ્ગલ પરાવત કહેવામાં આવે છે. જીવ જ્યારે ચૌદ રાજલોકમાં રહેલા સમસ્ત પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરે અને પરિણમાવે ત્યારે એક પુદ્ગલ પરાવર્તન થાય. એમાં અનંત કાળચક પસાર થઈ જાય છે. એક કાળચક્ર એટલે એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણીનો કાળ અથા વીસ કોડાકોડી સાગરોપમાં જેટલો ફાળ. પલ્યોપમ અને સાગરોપમ એ કાળને માપવાનાં બે વિરાટ માપ છે.
પલ્યોપમ એટલે જેને પલ્યની ઉપમા આપી શકાય. પલ્ય એટલે કૂવો અથવા મોટો ખાડો .ચાર ગાઉ લાંબો, એટલો જ પહોળો અને એટલો જ ઊંડો એક ગોળાકાર વિરાટ કૂવો કરવામાં આવે અને તેમાં યુગલીઆના કોમળ વાળ (વધુ સંખ્યામાં સમાય એવા)ના અગ્રભાગના ટુકડા એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જેથી જરાપણખાલી જગ્યા રહેનહિ. એના ઉપરથી પાણીનો ધોધ વહી જાય તો પણ એકપણ ટીપું અંદર ઊતરે નહિ અને ચક્રવર્તીની સેના એના ઉપરથી ચાલી જાય તો પણ એ પલ્ય જરા પણ દબાય નહિ કે નમે. નહિ. હવે એ પલ્યમાં રહેલા અસંખ્યાતા વાળના ટુકડાઓમાંથી દર સો વર્ષે એક ટુકડો બહાર કાઢવામાં આવે અને એ રીતે આખો કૂવો ખાલી થતાં જેટલો વખત લાગે તે વખત એક પલ્યોપમ કહેવાય.
જ્ઞાનધારા-૧
૨૨૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧)