________________
જીવ જે પદગલ પરમાણોઓનું ગ્રહણ-વિસર્જન જન્મજન્માંતરથી કરતો આવ્યો છે તેને માટે પારિભાષિક વિચારણા જૈનધર્મમાં વ્યવસ્થિત રીતે થયેલી છે. આ પ્રક્રિયા તળ સાદી રીતે સામાન્ય દષ્ટિએ સમજાવવી હોય તો એમ કહેવાય કે ચૌદ રાજલોકમાં રહેલા તમામે તમામ પુદ્ગલ પરમાણુઓનું કોઈપણ જીવ ગ્રહણ-વિસર્જન પૂર્ણ કરે એને એક પુદ્ગલ પરાવર્ત કહેવામાં આવે છે. જો કે આટલી વાત પૂરતી નથી, કારણ કે પરાવર્તના સ્વરૂપ, ક્રમ ઈત્યાદિ વિશે આપણા આગમ ગ્રંથોમાં ગહન વિચારણા થયેલી છે.
પુદ્ગલ શબ્દપુત્ અને ગલ એવા બે પદોનો બનેલો છે. પુત્ (અથવા પુર) એટલે પૂરણ, એટલે પુરાવું, ભેગા થવું, જોડાવું ઈત્યાદિગલ એટલે ગલન, એટલે કે ગળી જવું, છૂટા પડવું, જુદા થવું, આમ, પુદ્ગલ એટલે એવું દ્રવ્ય કે જેનામાં સંયોજન અને વિભાજનની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.
- છ દ્રવ્યોમાંથી બીજા કોઈ દ્રવ્યમાં આવી સંયોજન, વિભાજનની ક્રિયા થતી નથી. એ માત્ર પુદ્ગલ દ્રવ્યની જ આ વિશિષ્ટતા છે.
* પુદ્ગલ (પ્રા. પુગલ, પોગલ) શબ્દની વ્યાખ્યા ‘પ્રવચન સારોદ્વાર’ ટીકામાં નીચે પ્રમાણે આપવામાં આવી છે.
द्रव्याद् गलन्ति - वियुज्यन्ते किंचित् द्रव्यं स्वयंयोगतः पूरयन्ति - पुष्टं कुर्वन्ति પુતા: |
જદ્રવ્યથીગલીત થાય છે, વિયુક્ત થાય છે અને વસંયોગથી કિંચિત પુષ્ટ કરે છે તે પુદ્ગલ છે.
બીજી વ્યાખ્યા છે? पूरणगलणत्तणत्तो पुग्गलो । અથવા પૂળાક્ બનનાર્થે પુત્ તા: | એટલે કે જેનામાં પૂરણત્વ અને ગલણત્વ છે તે પુદ્ગલ છે.
આપણે પથ્થર, લાકડું, ધાતુ નિર્જીવ જડ વસ્તુને જોઇએ છીએ અને ઓળખીએ છીએ. એ વસ્તુના ટુકડા કરતાં કરતાં, બારીક ભૂકો કરતાં
જ્ઞાનધારા-૧
૨૨૨
= નસાહિત્ય જ્ઞાનસત્ર-૧=