________________
સંપ્રદાય પ્રચલિત શબ્દો વાપરી એવા જ કોઈ પરમતત્ત્વને સ્તવે છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં નયસુંદર, સમયસુંદર, ઋષભદાસ, ચશોવિજય જેવા પ્રતિભાશાળી વિદ્વાનોએ પણ ભગવાન મહાવીરનો મંગળ વારસો સંભાળી રાખ્યો. ગુજરાતી ભાષા - સાહિત્યનો આરંભ જૈન ધારાથી થયો છે. આમ જૈન અણગારો શ્રુતભક્તિથી શ્રુતરક્ષા માટે ખરેખર પ્રયત્ન કરતા. એ શ્રુતપરંપરાની સમય સમયની નવી ગોઠવણ, નવા વિચારોનો સમાવેશ, આવશ્યક સંક્ષેપ-વિચાર વગેરે બધુ અણગારો અને શ્રાવક વિદ્વાનોને આભારી છે. આ બાબતમાં જૈન સાધ્વીઓ પણ પાછળ નથી. સોળમાં શતકમાં પદમશ્રી (જૈન) અને હમેશ્રી (જૈન - નયસુંદરજીની શિષ્યા) એ ગુજરાતી કવિયિત્રીઓએ પણ પોતાનો યથાશક્તિ ફાળો આપ્યો છે.
અર્વાચીન યુગમાં જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં આચાર્ય વિજય લબ્ધિસૂરિ અને આચાર્ય વિજય કીર્તિચંદ્રસૂરીનો ફાળો અનન્ય છે. તેમજ શ્રાવકોમાં ડૉ.નથુરામ પ્રેમી, ડૉ. દલસુખ માલવણિયા, ડૉ. સાગરમલજી જૈન વગેરે એવા અનેક વિદ્વાનોએ જૈન તત્ત્વજ્ઞાનને સુરક્ષિત રાખી અનેક ભાષામાં પ્રકાશિત કર્યું છે. જૈન શ્રુતને વેબર, યાકોબી જેવા વિદેશી વિદ્વાનો, તેમ જ જૈનેતર ભારતીય વિદ્વાનોએ વિશ્વમાં પરિચિત કર્યું છે.
ભારતવર્ષમાં જૈનોનું પ્રથમ માસિક પત્ર જૈન ધર્મ પ્રકાશ” સંવત ૧૪૧ માં પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ અને તેમના શિષ્ય શ્રી શાંતિવિજયજી મહારાજની આગેવાની નીચે શરૂ થયું, તેઓ જે વિષય આપે તે પર લેખકો લેખ લખી પ્રકાશિત કરે, આ રીતે જૈન સમાજમાં પ્રથમ લેખક અને જૈન પત્રકારિત્વના પગરણ જૈન ધર્મ પ્રકાશ ના પ્રસારણથી થઈ. લેખકોએ ફક્ત ધર્મ કે ક્રિયાકાંડ વિષે જે લેખો ન આપતાં, જૈન સંઘમાં સાંસારિક અનર્થો જેવાકે કન્યાવિક્રય, બાળ વિવાહ, અનેક પત્ની વિવાહ, કજોડાં વગેરેના લેખો લખી લોક જાગૃતિનું કામ કર્યું.
જ્ઞાનધારા-૧,
૨૧૮
ન જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e