________________
જ્યાં જ્યાં શાસ્ત્રીય વિદ્યાઓનું અધ્યયન- સંશોધન થતું હોય ત્યાં સર્વત્ર જૈન વિચારોનું સ્થાન અનિવાર્યપણે લેવાય છે. તેથી લેખકોની દષ્ટિ એવી હોવી જોઈએ કે જે સાધારણ અને ઉચ્ચ કોટિના વિદ્વાનોને સંતોષી શકે. આમ તેઓની જૈનશ્વેત પ્રત્યેની ભક્તિ, પરંપરાએ મળેલા આચારવિચારનો વારસો અને એમના સંઘ ઉપરની લાગવગ એ બધું બહુ કીમતી
છે.
જૈન સંઘમાં પત્રકારોની ભૂમિકા :
આપણે જોઈએ છીએ કે જૈનસંઘ તપ, ત્યાગ અને આધ્યાત્મચિંતનના પાયા પર છે. ધાર્મિક- આધ્યાત્મિક ભાવનાનો વિકાસ તેનો પ્રચાર-પ્રસારણ જૈન પત્ર- પત્રિકાઓ વિશેષ પ્રકારે યોગદાન આપી રહ્યા છે. આ પત્ર- પત્રિકાઓમાં ધર્મ, દર્શન અને અધ્યાત્મની બાબતોની રચનાઓ તો આવે જ છે પણ ધાર્મિક જગતની વિસંગતાઓ, વિકૃતિઓ, બુરાઈઓ તથા આડંબરપૂર્વક થતી પ્રવૃત્તિઓ પર પણ ખુલ્લામાં વિરોધ બતાવી રહ્યા છે. જૈન જૈન પત્રો પત્રિકાઓ આત્મજાગરણ અને નૈતિકતાનો સંદેશ ફેલાવે છે. ધાર્મિક વિકૃતિઓની વિરુદ્ધ થઈ લોકોનું ધ્યાન દોરે છે. ધાર્મિક સભાવ તેમ જ એકતા રાખવાનો સંદેશ આપે છે. પર્વ કે તહેવારોની યાદ અપાવે છે.
જ્ઞાનધારા- ૧
જ્ઞાનધારા-૧
૨ ૧૯)
૨૧૯
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15
જન
હિત્ય જ્ઞાનસત્ર-૧૬