________________
દાન આપવું એજીવન શુદ્ધિનો એક પ્રકાર છે. ભગવાન મહાવીરની આત્મપૌમ્યની દષ્ટિ જીવન શુદ્ધિની વાત તો આવી જ જાય છે. જો તાત્વિક દષ્ટિએ જીવન સ્વરૂપ શુદ્ધ જ છે તો તે સ્વરૂપ કેળવવા અને મેળવવા ભગવાન મહાવીરે કહ્યું કે સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું એટલે જેને જૈન શૈલીમાં ચરણકરણ કહીએ છીએ. રહેણી કરણીની બાબતમાં એક બાબત મુખ્ય સમજવા જેવી છે અને તે એ કે કર્મથી મળેલી સંપત્તિનો ઉપયોગ એવો ન કરવો કે જેથી એમા આપણી જાત જ ખોવાઈ જાય. દાનવીરોની આ ભૂમિકામાં આપણને જૈન સંઘના ઈતિહાસમાં સોનેરી અક્ષરમાં કોતરાયેલાનાં નામો યાદ આવે છે. જેવો કે જગડૂશા, પેથડશા, ભામાશા વગેરે વગેરે.
જ્યારે વર્તમાન જૈન સંઘની ભૂમિકાની વાત કરીએ તો દાનવીરોમાં કસ્તુરભાઈ લાલભાઈ દલપતભાઈના પૂર્વજોથી શરૂ થયેલો આ જ ભૂમિકાએ દાનનો પ્રવાહ વહાવ્યો અને આજે પણ તેમના વારસદારો વહાવી રહ્યા છે જે વર્તમાન સમયમાં આદરને પાત્ર છે.
દાનવીરોને દાનવીર બનાવનાર અને તેમને સાથ આપનાર શ્રાવિકાઓને પણ કેમ વિસરી જઈએ. શ્રાવિકાઓમાં પણ તેજપાળની પત્ની અનુપમાદેવી દ્રવ્યોપાર્જન કરતાં ઉત્પન્ન થયેલી રજભારથી (કર્મ ભારથી) જાણે અધોગતિએ જવાને ઈચ્છતા હોય એવા પ્રાણીઓ છે.
ઘેર્યસંપન અને સૂક્ષ્મ-પ્રતિભગવાન મહાવીરે તાત્વિકરૂપે સર્વ ચેતન તત્ત્વ એક જ પ્રકારનું છે, અહિંસા અપરિગ્રહ અને અનેકાન્તના ત્રિવિધ સંદેશને તેમણે જીવન દ્વારા તે કાળે સિદ્ધ કરી તેનો વારસો જૈનસંઘને આપ્યો. આ સિદ્ધાંતો અગત્યના હોઈ સમગ્ર જીવનમાં તે ધ્રુવસ્થાને છે. મહાવીરના વીતરાગદ્વૈતપણાના મુદ્દાને ધ્યાનમાં રાખીને જ અનેક વિદ્વાન સ્તુતિકારોએ તેમની સ્તુતિ કરી છે. જ્યારે માનતુંગ આચાર્ય સ્તુત્ય તત્ત્વને બુદ્ધ કહે છે. શંકર કહે છે, વિધાતા કહે છે અને પુરુષોત્તમ કહે છે. ત્યારે તે સદ્ગણાઢતની ભૂમિકાને જ સ્પર્શે છે. આનંદઘનજી મહારાજ રામ, રહીમ, કાન વગેરે
જ્ઞાનધારા-૧
૨૧૭
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e