________________
આપણે જ દીક્ષા આપેલ આપણા જ સાધ્વીજી ભગવંતોની આવી અવહેલના આપણે જ કરીએ? ટ્રસ્ટીઓ અને પછી સમગ્ર સંઘે વિચારવું રહ્યું. આ જ સ્થિતિ શહેરમાં સાંજની ગોચરીની બાબતમાં છે. ચોવિહાર કરનાર અતિ ઓછાં. તેથી સાંજે વહેલી રસોઈ તેટલા જ ઘરોમાં થાય, પરિણામે સાંજે ગોચરી વહોરવામાં સાધુ-સાધ્વીઓને ઘણી જ અગવડ પડે છે. દરેક સંઘમાં સાંજે અમુક ઘરોમાં વહેલી રસોઈ કરવી જ એવું નક્કી કરાય તો સાધુ વૈયાવચ્ચ સારી થાય. આ સાથે એક ગંભીર પ્રશ્ન પણ આવે છે. ખૂબ સારી રીતે દીક્ષા લે અને તેટલી જ સારી રીતે મહાત્માઓ દીક્ષા પાળે પરંતુ કોઈક વખત માનવ નબળાઈને કારણે કોઈક ખલન થઈ જાય. તેવું પરંપરાથી થતું આવ્યું છે. આ સહજ છે. ત્યારે આ બાબતને સંઘના અગ્રણીઓએ સારાસારનો વિચાર કરી પતાવવી જોઈએ. જરૂર પડે તો તેમના ગુરુ ભગવંતોને સાથે રાખીને સંઘ અને ધર્મના હિતમાં અતિ કડકાઈથી પણ કામ લેવું પડે . ક્યારેક માર્ગ કાઢવો પડે. ક્યારેક ઘણું કપરું પણ હોઈ શકે. જરૂરી બધાંજ પગલાં લઈ દાખખલો પણ બેસાડવો પડે. આ બધું શાસનના હિતમાં કરવું જ જોઈએ. પરંતુ તે ચાર દિવાલની અંદર. આ વાતો છાપે ન જ ચડવી જોઈએ. વર્તમાનપત્રોએ investigative journalism ના નામે અનેક વખત વાતોને ચગાવી ચગાવીને જૈનધર્મની અવહેલના કરી છે. પત્રકારોએ આ બાબતમાં સંયમ રાખવો જોઈએ . અને પત્રકાર જો સંયમ ન રાખે તો જૈન સંઘોએ જે વર્તમાનપત્રનો બહિષ્કાર કરવો જોઈએ. અહી media ની જવાબદારી મોટી છે.
વર્તમાન યુગમાં આસપાસ જે કંઈ દેખાય છે તેમાંથી કેટલીક બાબતો આપ સહુની સમક્ષ મારી વિવેકશક્તિ મુજબ રજૂ કરી છે. આ કોઈ શાસ્ત્રોક્ત વાતો નથી તેથી કોઈના ભિન્નમત પણ હોઈ શકે. તો તે બાબતમાં મિચ્છામિ દુક્કડમ્
૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
૨૦)
૨૦૬ )
જ્ઞાનધારા-૧ =
જ્ઞાનધારા-૧