________________
આપણી પાસે લાખો હસ્તપ્રતો છે. તે તો તેમના માટે નિરર્થક જ નીવડશે. વર્તમાનમાં કેટલા સાધુ મહાત્માઓએ કેટલાંક સૂત્રોને અંગ્રેજી લિપિમાં ઉતાર્યા છે. પરંતુ તે સામાયિક પ્રતિક્રમણ પૂરતાં જ, જાગવાની જરૂર છે. અંગ્રેજી માધ્યમમાં ભણતું બાળક ધોરણ પાંચમું પાસ કરે, હિન્દી મૂળાક્ષરો આવડી જાય કે તરત તેને ગુજરાતી શીખવવું જોઈએ. આમાં માબાપ આદિ સમગ્ર કુટુંબે ભૂમિકા ભજવવાની રહેશે. નહિ તો આવતી પેઢી ઘણે અંશે ધર્મજ્ઞાનથી વંચિત રહી જશે. સંઘો પણ આમાં ભૂમિકા ભજવી શકે.
શિક્ષકોના પગારધોરણની વાત કરી છે ત્યારે સાથે તેવી જ બીજી વાત પણ વિચારી લઈએ. ઘણાં ધર્મસ્થાનકો, દેરાસરો કે ઉપાશ્રયો કે સંઘોનો વહીવટ કથળતો જાય છે. કારણ કે આપણી પાસે હોંશિયાર, સક્ષમ. નિષ્ઠાવાન, ધર્મપ્રેમી એવો સ્ટાફ નથી અથવા અતિ ઓછો છે. કારણ? તેનું કારણ છે પૂજારીઓ અને મેનેજર આદિકર્મચારીઓના ઓછાપગારો. આ એક પ્રકારનું શોષણ જ છે. તેમાં દૃષ્ટિ બદલી ઉદારતાનો અભિગમ અપનાવીશું તો વાસ્તવિકતા સુધી પહોંચાશે.ઘણે અંશે ટ્રસ્ટીઓ, સંસ્થાના કર્મચારીઓનું જરૂરી માન પણ જાળવતા નથી.
વર્તમાન યુગમાં દીક્ષાઓ ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. એ સ્વાભાવિક છે કે તેઓ ખૂબ હોંશથી અને આત્મોન્નતિની ભાવનાથી દીક્ષા લે છે અને સંઘો પણ તેટલી જ ભાવનાથી દીક્ષા આપે છે. તેઓની સંઘો, શ્રાવકો વૈયાવચ્ચ પણ ઉત્તમ કરે છે. પરંતુ ઘણી વખત એક જ સંઘાડામાં ૪૦૦-૫૦૦ કે વધારે સાધ્વીજી ભગવંતો હોય છે. આચાર્યો સંખ્યા વધારતા જાય છે. પરંતુ પછી તેમના અભ્યાસ અને ઉતારાની (ઉપાશ્રયોની) પૂરતી વ્યવસ્થા થતી નથી. મુંબઈ જેવા શહેરમાં અમુક સંપ્રદાયોમાં સાધ્વીજી ભગવંતોને ઉપાશ્રય ખાલી હોય તો પણ ઉતરવા મળતું નથી.
જ્ઞાનધારા-૧
૨૦૫
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧