________________
જૈન પત્રકારત્વની એક બીજી સંભાવના પર દષ્ટિપાત કરીએ. ધર્મ એ તોડનારું નહિ, પણ જોડનારું પરિબળ છે. આપણા ધર્મદર્શનના વિશ્વ કલ્યાણકારી તત્વો પત્રકારત્વના માધ્યમ મારફતે જગતના ચોકમાં મૂકવાં પડશે. એક્કો હુ માણસજાઈ (આખી માનવજાત એક બને) કહેનારા જૈનધર્મમાં એવાં સંવાદી તત્ત્વો છે કે જે આધુનિક જીવનની વિષમતા, વેદના કે વિફળતાને દૂર કરી શકે. આજે વર્ષોથી એકબીજા સામે કારમી દુશ્મનાવટ ધરાવતા અમેરિકા અને રશિયા એકબીજાના વિચારોને આદર આપવા માંડ્યા છે. આજ સુધી યુરોપના સામ્યવાદી દેશો અને બિનસામ્યવાદી દેશો વચ્ચે માત્ર એક જ વ્યવહાર હતો અને તે પરસ્પર પ્રત્યે ધૃણા, ઉપેક્ષા અને નફરતનો.ગોર્બીચેફે વૈચારિક મોકળાશનું વાતાવરણ સર્જાયું અને પરિણામે વિશ્વ એનું એ રહ્યું. પણ વિશ્વની ભાવનાઓનો નકશો બદલાવા માડ્યો. આવી વૈચારિક મોકળાશને આપણે અનેકાન્ત દષ્ટિથી જરૂર નીરખી શકીએ. મહાત્મા ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં જૈન ધર્મના અનેકાંતવાદના સિદ્ધાંતોનો પરિચય થયો. તેમણે સ્વીકાર્યું કે આને કારણે તેઓ શીખને શીખની દષ્ટિએ અને મુસલમાનને મુસલમાનની દષ્ટિએ જોતાં શીખ્યા. હિંસાની ટોચ પર પહોંચ્યા પછી હવે અહિંસાનો અવાજ સંભળાય છે, ત્યારે એ અહિંસાને છેક ભગવાન મહાવીરે પ્રવર્તાવેલી સૂક્ષ્મ અહિંસા સુધી લઈ જવાનું કાર્ય જૈન પત્રકારનું છે.
વિશ્વના પ્રત્યેક પ્રશ્નોને ધર્મસંસ્કારની દષ્ટિથી મૂલવી શકાય. આજે સંતતિનિયમન અને ગર્ભનિવારણ અંગેના વિવાદો પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. આ પ્રશ્નોના મૂળમાં ધર્મસંસ્કાર રહેલા છે. અમેરિકાની સરકાર કહે છે કે અમે વસ્તીવધારો ઓછો કરવાના કાર્યક્રમમાં માગો તેટલી આર્થિક મદદ આપીશું અને જરૂર પડે એનું અભિયાન ચલાવીશું. આની સાથોસાથ આ જ સરકાર એમ કહે છે કે ગર્ભનિવારણની બાબતમાં અમે એક રીતે રાતી પાઈ પણ નહિ આપીએ. આ જ રીતે ધર્મદષ્ટિપૂત પત્રકાર પ્રત્યેક સામાન્કિ અને આર્થિક પ્રશ્નોની આગવી ભૂમિકા સાથે છણાવટ કરી શકશે. જૈન
જ્ઞાનધારા-૧
(૧૮૭
=૩ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e