________________
ધર્મ પર્યાવરણ સાથે પ્રગાઢ નાતો ધરાવે છે, તેથી પર્યાવરણલક્ષી દૃષ્ટિથી એક ઔધોગિક પરિવર્તનોની સમીક્ષા કરવી જોઈએ. આર્થિક બાબતો અને ભૌતિકતાની દોડ વચ્ચે એણે અપરિગ્રહની જીવનશૈલીની જિકર કરવાની રહેશે.ધર્મસંસ્કારની આ દૃષ્ટિ વર્તમાન આર્થિક પ્રશ્નોને પણ વ્યાપી વળશે. મોટા ઉદ્યોગો, સરકારી ખાતાંઓ કે બેન્કોમાં જ નહીં. પણ હવે તીર્થક્ષેત્રની પેઢીઓના વહીવટમાં પણ ટ્રેડ યુનિયનનો પ્રશ્ન સતાવતો હોય છે. આવે સમયે જૈન પત્રકાર શું કરશે ? એ કર્મચારીઓની વાજબી વળતર મેળવવાની વાતને જરૂર ટેકો આપશે, પરંતુ એની સાથોસાથ એ કહેશે કે પગારની કાંટોકાંટ તમારે કામ કરવું પડશે. વ્યક્તિગત જીવનમાં ધર્મ મૂલ્યપ્રસ્થાપનનું કાર્ય કરે છે. ધન-સંપત્તિ પ્રત્યે જૈન ધર્મનો આગવો દૃષ્ટિકોણ છે. એ સંપત્તિમાં માલિકીપણાનો હક્ક જોતો નથી. ચાની દુકાને કામ કરનાર ચાવાળાને એનો માલિક કહે કે ભેળસેળવાળી ચાની ભૂકીનો ઉપયોગ કરીને ચા બનાવજે. ત્યારે ધર્મભાવના ધરાવતો એ ચાવાળો હિંમતભેર કહેશે કે ભલે મારી નોકરી જાય, પણ હું આવી ચા નહિ બનાવું ?
બરાબર એ જ રીતે જૈન પત્રકાર ખુમારીથી પોતાનાં મૂલ્યો માટે ખપી જવાની તૈયારી રાખશે. આજના સમયમાં એક્ટીવીસ્ટ પત્રકારોનો મહિમા છે. માત્ર કલમથી નહિ, પણ સક્રિય રીતે એ પ્રશ્નમાં જોડાઈને જાગૃતિની જેહાદ સર્જે છે. વીર નર્મદે એનાં ડાંડિયો દ્વારા સમાજસુધારાની જેહાદ જગાવી અને પોતાના અંગત જીવનમાં પણ સુધારા કરી બતાવ્યા. કરસનદાસ મૂળજીએ સત્ય પ્રકાશ માં સામાજિક સુધારાની હિમાયત કરી અને એને માટે વખત આવે આપત્તિઓ સહન કરી સૌરાષ્ટ્રનાં અઢીસો જેટલાં દેશી રાજ્યોની દબાયેલી પ્રજાને જાગૃત કરવા માટે શ્રી અમૃતલાલ શેઠ સૌરાષ્ટ્ર પત્રોનો પ્રારંભ કરતા લખ્યું :
::
એ વર્તમાનપત્રો આજની કાળી શાહીથી નહિ લખાય, એ તો લખાશે અમારા લોહીની લાલ શાહીથી. એમાં દુઃખના, વેદનાના, બળવાના પોકારથી
that
જ્ઞાનધારા-૧
૧૮૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧