________________
અમુક ચોક્કસ અભિગમ ધરાવતો પત્રકાર કેવી રીતે મૂલવે છે અને સમય બદલાતાં કેવાં નવાં સમીકરણો સાધે છે એનો ખ્યાલ ઉપરના ઉદાહરણ પરથી આવી શકશે.
આમ જૈન પત્રકાર એ પત્રકાર તો હશે જ, પરંતુ ખીચડીમાં જેટલું મીઠાનું મહત્ત્વ હોય છે તેટલું મહત્ત્વ તેની જૈન દૃષ્ટિનું હશે. એ જૈન-ત્ત્વના સંસ્કારો, જૈન ધર્મની પરંપરાઓ અને જૈનદર્શનની મહત્તાના પરિપ્રેક્ષ્યમાં ઘટનાઓને મૂલવતો રહેશે. એક નારીના ગર્ભમાં રહેલા બાળકનું હ્રદય ગંભીર ખામીઓ ધરાવતું હતું. આધુનિક વિજ્ઞાને નારીગર્ભમાં રહેલા એ બાળકના હ્રદય પર ઑપરેશન કરીને અદ્ભુત સિદ્ધિ મેળવી. જો ગર્ભસ્થ શિશુપર શસ્ત્રક્રિયા કરવામાંઆવી ન હોત તો વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે આ બાળક જિંદગીભર ગંભીર બીમારીઓમાં પટકાયેલો રહેત અને રુગ્ણ જીવન ગાળીને અકાળે મૃત્યુ પામત. વિજ્ઞાનની આવી અનેક સિદ્ધિઓની જાણકારી જૈન પત્રકાર જરૂર રાખશે. કમ્પ્યૂટર, રોબોટ કે ટૅક્નોલૉજીના વિકાસ સાથે એનો નાતો હશે, આમ છતાં એ આ વિજ્ઞાનને પ્રશ્ન કરશે કે તમે એક બાજુ હ્રદયનું પ્રત્યારોપણ કરો છો તો બીજી બાજુ નિર્દયતાથી માનવીનો સંહાર કરે તેવાં શસ્ત્રોનાં ખડકલાં શા માટેકરો છો ? માનવીના જીર્ણ અંગોને બદલે નવા અંગો નાંખીને માનવીને લાંબુ જિવાડવાની કોશિશ કરો છો અને બીજી બાજુ સમૂળગી માનવજાત નાશ પામે તેવાં શસ્ત્રો શા માટે સર્જે છો ? એક બાજુથી કુત્રિમ બુદ્ધિ (આર્ટીફીશિયલ ઈન્ટેલિજન્સ) નો અસીમ વિકાસ સાધો છો અને બીજી બાજુ માનવબુદ્ધિને વિશ્વકલ્યાણગામી કેમ કરતા નથી ?ઉધોગોની આંધળી દોડ ચાલતી હોય, ત્યારે જૈન પત્રકાર પર્યાવરણની અને જયણાની વાત તરફ દૃષ્ટિ રાખીને મૂલ્યાંકન કરશે. જૈન પત્રકાર એવો વિચાર મૂકશે કે આ વિજ્ઞાન પાસે કોઈ નિશ્ચિત દૃષ્ટિ કે દિશા છે ખરી ? કેપછી વૈજ્ઞાનિક પ્રગતિની પૂરપાટ દોટ લગાવતો માનવી પોતાનું લક્ષ ખોઇ બેઠો છે ? ટૅક્નોલોજીનો વિકાસ ભૂખી માનવજાતિના કલ્યાણમાં કેટલો સહાયક બને છે ? આવતી કાલે વિજ્ઞાનને આવો પડકાર ફેંકનાર કોઈ વિચારશીલ પત્રકાર મળે એ આવશ્યક છે.
જ્ઞાનધારા-૧
૧૮૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧