________________
પત્રકારત્વમાં જૈનદષ્ટિ
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (જાણીતા સાહિત્યકાર જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિંતક, ગુજરાત, સમગ્રભારત અને વિદેશના અનેક ગૌરવવંતા પારિતોષક એવોર્ડ જેમને પ્રાપ્ત થયાં છે. શિક્ષણ સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલ કાર્ય માટે ભારત સરકાર તરફથી ડૉ. કુમારપાળ દેસાઇને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે અને તેઓશ્રી જિનશાસનનું ગૌરવ વધારનાર મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર,
છે.)
જૈન પત્રકાર એટલે શું ? ચોથી જાગીર ગણાતા પત્રકારને કોઈ જાતિ, જ્ઞાતિ કે સીમાથી બાંધી શકાય ખરું ? એની આસપાસ કોઈ ધર્મવિશેષની લક્ષ્મણ-રેખા આંકી શકાય ખરી ? સ્વાભાવિક રીતે જ આનો ઉત્તર નકારમાં જ આવે, પરંતુ એક અર્થમાં એ પત્રકાર એવો હોય કે જે પત્રકાર તો હોય જ, પરંતુ એ સાથે એની પાસે વિરલ અને વિશિષ્ટ એવા જૈન-દર્શનમાંથી સાંપડેલી આગવી દષ્ટિ હોય. જૈન ઈતિહાસ પાસેથી મળેલું અનુભવભાથું હોય. જિનશાસનના વ્યાપક તત્ત્વોનું એની આંખમાં અંજન હોય, જૈન ધર્મ પાસેથી પ્રાપ્ત જીવનકલા હોય અને એમાં નિહિત મૂલ્યો માટેની નિષ્ઠા હોય.
વર્તમાન સમયમાં પત્રકારત્વ જગતમાં અમુક વિશિષ્ટ અભિગમ કે દષ્ટિવંતપત્રકારો જોવા મળે છે. આજે કેટલાકપત્રકારોને અમેરિકન પત્રકાર કહેવામાં આવે છે. આ પત્રકાર અમેરિકાનાં દષ્ટિબિંદુઓથી ઘટનાઓનું તારણ આપતો હોય છે. અગિયારમી સપ્ટેમ્બર પૂર્વે અમેરિકન પત્રકાર આતંકવાદની ઘટનાને દેશ-વિશેષના સંદર્ભમાં જોતો હતો. આવી ઘટનાઓમાં એ કોઈ રાજકીય ઈરાદો જોતું હતું, હવે વિશ્વમાં બનતી આતંકવાદી ઘટનાઓને જાગતિક દષ્ટિએ એકસૂત્રે સાંકળીને જુએ છે અને વૈશ્વિક આતંકવાદી સંગઠનોના કાર્યના સંદર્ભમાં એને મૂલવે છે. વૈશ્વિકૅઘટનાઓને
જ્ઞાનધારા-૧)
( ૧૮૫૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧E