________________
ગયું અને ગ્રંથસંપાદનની એક નવી પ્રવૃત્તિનો પ્રારંભ થયો. બનારસ સ્થિત યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં પ્રકાશનની પ્રવૃત્તિનો પ્રારંભ થયો તેમાં દર મહિને એક લઘુ ગ્રંથ અને વર્ષ દરમ્યાન બૃહદ્રંથપ્રકાશિત કરવાની પ્રવૃત્તિ શરૂ થઇ. આ પ્રવૃત્તિથી અનેક નવા ગ્રંથો પ્રકાશિત થયા, પણ આ પ્રવૃત્તિમાં પણ સંશોધનદૃષ્ટિનો અભાવ હતો. આ પછી અમદાવાદમાં ગાંધીજીની પ્રેરણાથી પુરાતત્ત્વ મંદિરની સ્થાપના થઇ અને તેમાં કૃપલાણીજીને નિયામક તરીકે નીમવામાં આવ્યા. જૈનદર્શનના બે પ્રકાંડપંડિતોએ જૈનધર્મના ગ્રંથોનું સંપાદન કરવાનું કાર્ય આરંભ્યું. પં. સુખલાલ સંઘવી અને પં. બેચરદાસ દોશીએ સન્મતિતર્ક સૂત્રની અભયદેવ ટીકાનું કાર્ય આરંભ્યું. જુદા જુદા પ્રાંતની ૧૯ જેટલી હસ્તપ્રતો એકઠી કરી તેમાંથી સમીક્ષિત પાઠવાળી શુદ્ધ નકલ તૈયાર કરવામાં આવી. આ ગ્રંથમાં તુલનાત્મક પાઠો પણ આપવામાં આવ્યા. નવ વર્ષના અપાર પરિશ્રમ પછી પાંચ ભાગમાં આ ગ્રંથ તૈયાર થયો. તેનો પાંચમો ભાગ તો દાર્શનિક કોશ જેવો બહુમૂલ્ય થયો છે. જૈનદર્શનનો આ ગ્રંથ જેનું સંપાદન વૈજ્ઞાનિક ઢબે થયું અને તે પછી તો વૈજ્ઞાનિક ઢબે ગ્રંથસંપાદનની પ્રવૃત્તિમાં પણ વેગ આવ્યો.
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મ.સા.એ દેશના મહત્ત્વપૂર્ણ ગ્રંથભંડારો સંમાર્જિત કર્યા હતા અને તેમની ગ્રંથસંપાદનકાર્યમાં આગવી સૂઝ હતી. તેમણે બૃહદ્કલ્પ ભાષ્યના છ ભાગો સંપાદિત કર્યા. આ કાર્યમાં પણ તેમણે અનેક હસ્તપ્રતોને આધારે સમીક્ષિત પાઠો અને શુદ્ધ પાઠોને તારવી ગ્રંથ સંપાદિત કર્યો છે. ત્યારબાદ તેમણે અનેક ગ્રંથો સંપાદિત કરી પ્રકાશિત કર્યા છે.
જૈનદર્શનનો એક લુપ્ત થયેલ દ્વાદશારનયચક્ર ગ્રંથને સંપાદિત કરવાનું અને ટીકાને આધારે પુનઃનિર્મિત કરવાનું કાર્ય એક મોટો પડકાર હતો. પૂર્વે પૂ. લબ્ધિચંદ્રસૂરિજી મ.સા.એ આ માટે પ્રયાસ કર્યો અને પ્રસ્તુત ગ્રંથ ચાર ભાગમાં પ્રકાશિત કર્યો હતો પરંતુ તેની સમીક્ષિત અને સંશોધિત આવૃત્તિની આવશ્યકતા હતી. તેઓશ્રીએ આ કામ માટે અનેક ભાષાઓનો
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧
જ્ઞાનધારા-૧
૧૪૯