________________
સાંપ્રદાયિક જ્ઞાનના ભંડારો નથી પરંતુ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક જ્ઞાનના ભંડારો છે.
જૈનધર્મ પાસે અમૂલ્ય ગ્રંથોને સાચવવાની અને તેને સુરક્ષિત રાખવાની વિશિષ્ટ પદ્ધતિ છે. આજે પણ જૈન ભંડારોમાં સેંકડો વર્ષ જૂના ગ્રંથો જાણે કે આજે જ લખાયા હોય તેવી સ્થિતિમાં ઉપલબ્ધ થાય છે. તે જ તેની સાચવવાની આગવી પદ્ધતિની સાક્ષી પૂરે છે. નિર્દોષ વનસ્પતિઓ અને દરેક પોથી ઉપર સુંદર કાગળનું રેપર કરી તેના ઉપર કપડાંનું બંધન બાંધવામાં આવતું, જેથી બહારની ધૂળ કે જીવજંતુઓથી હસ્તપ્રતો સંપૂર્ણ સુરક્ષિત રહેતી હતી. આમ હસ્તપ્રતો પણ સાગના લાકડાની પેટીઓમાં મૂકવામાં આવતી જેથી વાતાવરણના પ્રભાવથી પણ તે સુરક્ષિત રહેતી હતી. આમ, વિશિષ્ટ પદ્ધતિને કારણે જૈન ભંડારોમાં વિપુલ પ્રમાણમાં ગ્રંથો સુરક્ષિત રહી શક્યા છે.
જૈન જ્ઞાનભંડારોની વિપુલ જ્ઞાનસામગ્રીને લઇને દેશવિદેશના અનેક વિદ્વાનો આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. આવા જ્ઞાનભંડારોના ગ્રંથોનું પ્રકાશન અને અનુવાદનું કાર્ય તો છેલ્લાં સો વર્ષ પૂર્વે શરૂ થઇ ગયું હતું પરંતુ આ હસ્તપ્રતોને આધારે શુદ્ધપાઠવાળો ગ્રંથ તૈયાર કરવાની પદ્ધતિ ભારતમાં યુરોપના વિદ્વાનોના આગમન પછી જ શરૂ થઇ. યુરોપના વિદ્વાનો એક જ ગ્રંથની જુદી જુદી હસ્તપ્રતો મેળવીને તેમાંથી શુદ્ધ પાઠો તારવી બાકીનાં પાઠાનરો ફૂટનોટમાં મૂકી ગ્રંથ તૈયાર કરવામાં આવતો હતો. સર્વપ્રથમ ભીમશી માણેકે ગ્રંથો છપાવવાનો પ્રારંભ તો કર્યો હતો પણ સંશોધિત કે સમીક્ષિત વાચનાઓ આપવામાં આવી ન હતી. ત્યારબાદ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીએ પણ આગમ સાહિત્યના પ્રકાશનનું ભગીરથ કાર્ય આરંવ્યું હતું. આ કાર્ય તેમણે એકલા હાથે આરંભ્ય પણ તેમાં પણ સમીક્ષિત પાઠોનો અભાવ જોવા મળતો હતો. સહુ પ્રથમ વિદેશી વિદ્વાન હાર્વલેએ ઉવાસગદશાની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી હતી અને તે રોયલ એશિયાટિક સોસાયટી, કલકત્તાથી પ્રકાશિત થઇ તેથી તેતરફ સહુનું ધ્યાન
જ્ઞાનધારા-૧
૧૪૮ )
- જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=