________________
ખરા જ્ઞાનભંડારો નષ્ટ થઇ ગયા હતા. આથી જ ભારતમાં જૈનધર્મ પાસે પણ ઘણા સમૃદ્ધ જ્ઞાનભંડારો અસ્તિત્વ ધરાવે છે.
આવાજ્ઞાનભંડારોમાં અનેક પ્રકારની-વિષયોની હસ્તપ્રતો પલબ્ધ થાય છે. જૈન ભંડારોમાં ભાષાની વિવિધતા તો જોવા મળે જ છે. તેના આગમગ્રંથો અને કર્મ સાહિત્ય પ્રાકૃત ભાષામાં રચાયેલું હોવાથી પ્રાકૃત ભાષાના ગ્રંથો હોય તે તો સહજ જ છે. આ ઉપરાંત પ્રાકૃત ભાષામાં રચાયેલ વિપુલ કથાસાહિત્ય પણ ઉપલબ્ધ થાય છે. આગમ ગ્રંથો ઉપર રચાયેલી સંસ્કૃત ટીકાઓ અને સંસ્કૃત ભાષામાં રચાયેલું દાર્શનિક સાહિત્ય પણ ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત અપભ્રંશ અને પ્રાદેશિક ભાષાઓમાં એટલે કે ગુજરાતી, માગુર્જર, રાજસ્થાની અને હિન્દી ભાષામાં પણ ઘણા ગ્રંથો પ્રાપ્ત થાય છે. આમ, ભાષાનું વૈવિધ્ય જોવા મળે છે.
જૈનદર્શન અનેકાન્તવાદી દર્શન છે. આથી બધાં જ દર્શનના સત્યાંશનો સ્વીકાર કરે છે. માત્ર તે તે દર્શનના એકાત્ત આગ્રહનો નિષેધ કરે છે. જ્યાં સત્યને પામવા માટેની જે તીવ્ર તાલાવેલી કે સમ્યક્રષ્ટિ જોઇએ તે નષ્ટ થઇ જાય છે. સત્ય પામવા માટે અનેકાન્તવાદી દષ્ટિકોણ આવશ્યક છે અને તે માટે તમામ દર્શનોનાં બધાં જ અંશોનું મૂલ્યાંકન આવશ્યક છે. આ માટે તે તે દર્શનનો મૂળભૂત સિદ્ધાંતોનું સમ્યક અને સૂક્ષ્મ અવલોકન જરૂરી છે. જૈનદર્શનના આચાર્યો દરેક દર્શનનો અભ્યાસ કરતા અને તેમાંથી સત્યાંશને પામવાની કોશિશ કરતા હતા. તેથી જૈન ભંડારોમાં માત્ર જૈનદર્શનનું જ સાહિત્ય પ્રાપ્ત થતું ન હતું પરંતુ જૈન ઉપરાંત અન્ય દર્શનના મૂલ્યવાન ગ્રંથો પણપ્રાપ્ત થતા હતા. મહાયોગી આનંદઘનજી મહારાજ જણાવે છે કેષર્શન જિન અંગભણીએજી અર્થાત્ જિનદર્શનના અંગસ્વરૂપ છયે દર્શનનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. આથી જૈન ગ્રંથભંડારોમાં જૈનેતર દર્શનના કેટલાક એવા ગ્રંથો પણ ઉપલબ્ધ થાય છે કે જે ગ્રંથો અન્યત્ર નષ્ટ થઇ ચૂક્યા છે કે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ થઇ શકતા નથી. આમ, જૈન ગ્રંથ ભંડારો માત્ર
જ્ઞાનધારા-૧
– ૧૪૭Hજૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e
૧૪૭
iહિત્ય જ્ઞાનસત્ર-૧