________________
અભ્યાસ કર્યો અને છેવટે તિબેટિયન ભાષા પણ શીખ્યા. અનેક ગ્રંથોનો સહારો લઇ તેમણે ૩૦ વર્ષની જહેમત પછી ત્રણ ભાગમાં પ્રસ્તુત ગ્રંથ તૈયાર કર્યો, આત્માનંદ સભા ભાવનગર દ્વારા પ્રકાશિત થયેલ આ ગ્રંથ જૈનદર્શનનો અદ્ભુત ગ્રંથ છે. દેશવિદેશમાં આ ગ્રંથની અનેરી પ્રતિષ્ઠા છે. આ ગ્રંથમાં તેમણે સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે ગ્રંથ સંપાદિત કેવી રીતે કરાય તેની સમજ કેળવાય તેવી રીતે ગ્રંથ તૈયાર કરવામાં આવ્યા છે.
આ સમયગાળા દરમ્યાન જ મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આગમોની સમીક્ષિત આવૃત્તિઓ, લા.દ.ભારતીય વિદ્યામંદિર દ્વારા અનેક ગ્રંથોનું પ્રકાશન અને પ્રાકૃત ટેક્સ સોસાયટી દ્વારા પણ અનેક ગ્રંથોનું સમીક્ષિત આવૃત્તિવાળું પ્રકાશન કાર્ય થયું છે. આ દિશામાં મુનિશ્રી પુણ્યવિજયજી, આચાર્ય મુનિચંદ્ર મ. સા. આદિનું આગવું પ્રદાન છે. પંડિત વર્ગમાં પં. શ્રી સુખલાલ સંઘવી, પં. શ્રી બેચરદાસ દોશી, પં. શ્રી દલસુખ માલવણિયા, પં. શ્રી હરગોવિંદદાસ શેઠ,પ્રો. શ્રી હરિવલ્લભ ભાયાણી,પ્રો. શ્રી પ્રબોધ પંડિત, હિરાલાલ રસિકદાસ કાપડિયા આદિનું નામ મોખરે છે.
આજે હસ્તપ્રત ઉપરથી ગ્રંથસંપાદન અને સંશોધિત શુદ્ધ પાઠ તૈયાર કરવાનું કાર્ય કંઇક અંશે મંદ પડ્યું છે.તે તીવ્ર બને તે માટે આવી સંસ્થાઓએ આગળ આવવું જોઇએ અને યુવાન વિદ્વાનોને પ્રોત્સાહિત કરવા જોઇએ.
જ્ઞાનધારા-૧
૧૫૦
૧પ૦ .
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૬