________________
ગાંધીજીએ જણાવ્યું છે કે વ્રત એ સર્વ વ્યાપક વસ્તુ છે. વ્રતની આવશ્યકતા વિશે આપણાં મનમાં કદાપિ શંકા ન થવી જોઇએ. વ્રત લેવું એટલે તેનું સંપૂર્ણ પાલન કરવાનો પ્રમાણિક, દૃઢ પ્રયત્ન, મન, વચન અને કર્મથી મૃત્યુ સુધી કરવો. મહાવ્રતોને સંપૂર્ણતાએ ત્રણે કાળ પાળવા જે સમર્થ છે તેને આ જગતમાં કંઇ કરવા પણું નથી, તેથી ગાંધીજીએ આપણને મહાવ્રતોની ભેટ આપી જે આ પ્રમાણે છે –
સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઇ અડે નવ અભડાવું. અભય,સ્વદેશી, સ્વાદ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, એ અગિયાર મહાવ્રત સમજી નમ્ર પણે દૃઢ આચરવા.
આજ રીતે વિશ્વ શાંતિના ઉપાસક સંતબાલજીએ લોકકલ્યાણ અને આત્મ કલ્યાણ અર્થે શરૂઆતમાં જૈનધર્મના પાયાના પાંચ મહાવ્રતની ચર્ચા કરી છે અને ત્યારબાદ અગિયાર વ્રતોની ચર્ચા કરી છે. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તેમણે પ્રાર્થના સમયે ગવાતાં અગિયાર વ્રત આપ્યાં છે. તે નીચે પ્રમાણે છે.
છે બ્રહ્મચર્ય જ સત્ય શ્રદ્ધા સર્વ ધર્મ ઉપાસના, માલિકી હક વ્યવસાય મર્યાદા ન નિંદા શ્લાધના; વિભુષા વ્યસન ખાનપાન શયન વિવેક ક્ષમાપના, ને રાત્રિભોજન ત્યાગ જગવાત્સલ્ય એ વ્રત બારમા.
તેમણે ઉપદેશ આપ્યો છે કે આપણે સૌ આ વ્રત અનુસાર જીવન જીવીએ અને અન્યને પણ સન્માર્ગે લાવવાની પ્રેરણા આપીએ. તેમના નીતિ, ધર્મ અને અહિંસા, સદાચાર વગેરે ઉત્તમ મૂલ્યોને સૌ સ્વીકારે એ માટેનો પ્રચંડ પુરુષાર્થ હતો.
જ્ઞાનધારા-૧
૧૪૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧