________________
સુખી થાઓ પ્રાર્થનાની રચના જોતાં સંતબાલજીનું જોડાણ વિશ્વ સાથે હતું. સંતબાલજીનિયમિતતા, સમયપાલન અને ચોકસાઇપર વિશેષ ભાર મુકતા.
ગાંધીજીના સત્યાગ્રહનું સ્વરૂપ સ્વતંત્રતાની સિદ્ધિ માટેનું હતું. સંતબાલ પ્રયોગમાં સ્વતંત્રતા પછી સત્યાગ્રહ સ્વરૂપ શુદ્ધિપ્રયોગના સ્વરૂપે વિકસ્યું. અન્યાયનાપ્રતિકાર માટે શુદ્ધિપ્રયોગનો વિચાર આપ્યો. જે સાધન, શુદ્ધિ, સત્યને અહિંસાના પાયાપર હતું. હાલ નળકાંઠાના પ્રયોગે સિદ્ધ કરી બતાવ્યું કે ધર્મદષ્ટિએ સમાજરચના શક્ય છે. વિનોબા ભાવે જયજગતની સંકલ્પના સમાજ આગળ મૂકે છે.
ગાંધીજીની સર્વધર્મ પ્રાર્થના, વ્રતોની વાત, 'વૈષ્ણવજન તો તેને કહીએ તેનું પ્રિય ભજન સત્ય-અહિંસા-સાધનશુદ્ધિનો આગ્રહ, પ્રાર્થના એ જીવનમંત્ર હતો.
યુગપુરુષગાંધીની વિચારસરણીના અનુસંધાનમાંજ સંતબાલપ્રયોગ છે. બન્નેની મૂળભૂત બાબત જનકલ્યાણ, વિશ્વવાત્સલ્ય, પ્રેમ, કરુણા, સત્ય, અહિંસા, સાધનશુદ્ધિઅન્યાયનાપ્રતિકાર માટે સત્યાગ્રહ જીવનને સંતુલીત રાખવા માટે વ્રતો, જીવનના આંતરિક વિકાસ માટે પ્રાર્થના, સામૂહિક પ્રાર્થના વિકસાવી.
ગાંધીજી એટલે કર્મયોગી પુરુષ અને સંતબાલજી એટલે વાત્સલ્યની ભરપૂર મૂર્તિ. જે પોતે તરે અને બીજાને તારે. ગાંધીજી અને સંતબાલજીએ તેમની પ્રાર્થનામાં અગિયાર અને બાર વ્રતને વણી લીધાં છે. તે મોટે ભાગે આપણને સમાન જ જોવા મળે છે. બન્ને મહાપુરુષોએ સમાજને આપેલા આ વ્રત ખૂબજ જાણીતા છે.
જ્ઞાનધારા-૧
- ૧૪
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e