________________
ગાંધીજી વિચારના અનુસંધાનમાં સંતબાલ પ્રયોગ
ડો. શોભના આર. શાહ (આંતરરાષ્ટ્રીય જૈન અધ્યયનકેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના પ્રાધ્યાપક અનેક રાષ્ટ્રીય પરિસંવાદ અને જ્ઞાનસત્રો સાહિત્ય સમારોહમાં શોભનાબેન અભ્યાસપૂર્ણ નિબંધો રજૂ કરે છે).
વિશ્વવંદનીય મહાત્મા ગાંધીએ દેશને સ્વતંત્રતાની સાથે રચનાત્મક પ્રવૃત્તિ આપી. જેનાથી દેશના બહુજન સમાજને લાભ થયો. સામાન્ય માનવી, શોષિત, દલિત, આદિવાસીના જીવનપરિવર્તનમાં રચનાત્મક પ્રવૃત્તિનો મહામૂલો ફાળો રહ્યો. ગાંધી વિચારમાં સમગ્ર જીવન વિકાસની વાત છે. ગામડું અને શહેરમાં સમતોલ વિકાસ રહેલો છે. ગાંધી વિચાર ક્રાંતિકારી વિચાર છે. તેમણે સત્ય અહિંસાની અણમોલ ભેટ આપી. ગાંધી વિચારથી પ્રેરાઇને અનેક સેવકો અને સંતોએ પોતાના સમગ્ર જીવનને સમર્પિત કરી દીધા.
ગાંધી વિચારની સંતબાલ ઉપર ભારે અસર પડી. તેથી સંતબાલ પ્રયોગના અનુસંધાનમાં શરૂ થયો. ભાલ-નળકાંઠાના પ્રદેશમાં ૨૦૦ગામમાં પ્રયોગ થયો. પ્રયોગની પ્રવૃત્તિ જોતાં તે રચનાત્મક કામો જ છે. તેથી ગાંધી અને સંતબાલના વિચારમાં ભારે સામ્ય છે. એક જૈન સાધુ તેના આગાર સાચવીને ગાંધી વિચારનું આટલું મોટું કામ કરે તે નવાઇ પમાડે તેવું છે. બન્નેના કાર્ય અને પ્રવૃત્તિમાં સામ્ય છે. કેન્દ્રમાં ગામડું - ગરીબ વર્ગ છે.
સંતબાલજીનું ધર્મદષ્ટિએ સમાજરચના કરવાનું ધ્યેય હતું. ક્રાંતિકારી સાધુ તેના સંઘેડા બહાર પણ મૂકાયા. ઘણું સહન કરવાનું આવ્યું. આખરે સંઘોને પણ સમજાયું. વિશ્વ વાત્સલ્ય ઝ મૈયા તેમનો મંત્ર હતો. પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું અને ધર્મ અમારો એકમાત્ર એ સર્વધર્મ સેવા કરવી’ સર્વથા સૌ
જ્ઞાનધારા-1|
જ્ઞાનધારા-૧
K૧૩૯)
૧૩૯
જનસાહિત્ય જ્ઞાનસત્ર-15