________________
ન્યાય નીતિમય રામ રહે, સદા અમારા અંતરમાં, સઘળાં કામો કર્યા છતાં જે, રહ્યાં હંમેશાં નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં, રહેજો અમ મનડા ખુંપી, પ્રેમરૂપ પ્રભુપુત્ર ઈશુ છે, ક્ષમા સિંધુ વંદન હો, રહમ નેકીના પરમપ્રચારક, હજરત મહમદ દિલે રહો, જરથોસ્ત્રીના ધર્મગુરુની, પવિત્રતા ઘરમાં જાગો, સર્વધર્મ સંરથાપક સ્મરણો, વિશ્વશાંતિમાં ખપ લાગો,
આજના કોમી તોફાનો તથા અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે.
આ ઉપરાંત તેમણે આત્મચિંતનમાં લખ્યું છે. હાલમાં આધુનિક અશાંત વિશ્વમાં ધર્મના નામે જે, ભયંકર યુદ્ધો ખેલાઈ રહ્યાં છે, માનવ-માનવ વચ્ચે ધમધતાની ઊંડી ખાઈ ખોદાઇ રહી છે અને માનવીની મૂરહિંસા થઇ રહી છે ત્યારે વિશ્વ વાત્સલ્યતા જગાડનાર એવા પૂજ્યશ્રીઓનો સર્વધર્મ સમભાવથી સમધર્મ ઉપાસના પરમ શાંતિના માર્ગે દોરી જાય છે.
અંતમાં ધર્મતીધર્મ જ હોય..ચાહે મહાવીરનો. બુદ્ધનો..મોહમ્મદનો કે ઈશુનો હોય .ધર્મની ઉપાસના મંગલમય અને શુદ્ધતા તરફ જ લઈ જાય છે.
ધમો મંગલ મુક્કિg, અહિંસા સંજમો તવો દેવાવિત નમસંતિ, જસ્મ ધમે સયામણો
ધર્મ ઉત્કૃષ્ટ મંગળ રૂપ છે. તે અહિંસા સંયમ તપ એમ ત્રિપુટી રૂપે છે. જેનું મન હંમેશાં ધર્મમાં લીન રહે છે તેને દેવતા તથા બીજા સમૃદ્ધશાળી પુરષો પણ નમન કરે છે.
જ્ઞાનધારા-૧
( ૧૩૮)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e