________________
જૈન સિદ્દાંતો યુક્ત જૈનધર્મ તો સ્થૂળ શબ્દના અર્થ કરતાં પણ એના સૂક્ષ્મ ભાવ અર્થને વધુ મહત્ત્વ આપીને સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને દૃષ્ટિએ વ્રતનું પાલન કરવામાં માને છે.
૧) બ્રહ્મચર્ય – ગૃહસ્થનું ઉપાસ્ય તો બ્રહ્મચર્ય જ છે.
૨) સત્ય શ્રદ્ધા – મનુષ્ય પોતે પોતાના જીવનમાં પૂર્ણ સત્ય ન પરોવી શકે ત્યાં સુધી તેણે તેના પર અંતરની નિષ્ઠા રાખવી. સત્ય પર શ્રદ્ધા રાખનારો માણસ વહેમ અને લાલચથી રહિત હોય છે.
૩) સર્વધર્મ ઉપાસના જગતના દરેક ધર્મમાં કોઇને કોઇ વિશિષ્ટ ગુણ રહેલો હોય છે. આપણા જીવન વિકાસમાં મુખ્યત્વે ત્રણ ભૂમિકાઓ રહેલી છે. નીતિ, ધર્મ અને યોગ.
-
નીતિ એ માનવ જીવન માટે અદ્ભુત સામગ્રી છે. જગતના બધાં જ ધર્મોનો હેતુ જગતને તેની પાછળ કાર્ય કરી રહેલા સનાતન નિયમને સમજી તેને અનુસરી પોતાના જીવનને સમૃદ્ધ કરવાનો છે. આપણે ધર્મના હાર્દને પકડવાનું ભુલી ગયા છીએ. બહારના દેખાવને વળગી રહ્યા છીએ.
તેવા સમયે સર્વધર્મઉપાસનાની કલ્પના તેમના મનમાં થઇ. તેમણે જગતના બધા ધર્મોના મહાપુરુષોના જીવનમાંથી તેમના ગુણ ગ્રહણ કર્યા છે. હજરત મહંમદ પયગંબર સાહેબના જીવનમાંથી પ્રામાણિકતા અને ભાતૃભાવ, અષોજરથુષ્ટ્ર મહાત્માના પવિત્ર જીવનમાંથી પરોપકાર, ઈશુખ્રિસ્તના જીવનમાંથી ક્ષમા અને અર્પણતા અને મહાવીરના જીવનમાંથી અહિંસાનું બળ.
આ રીતે જગતના બધા ધર્મોને આપણે સેવીએ છીએ. બિન સાંપ્રદાયિક છીંએ. ધર્મ એટલે વિશુદ્ધકરનાર ક્રિયા અને યોગ એટલે આત્મ પ્રકાશનો અનુભવ. આ રીતે બધા ધર્મોના ગુણ આપણને પ્યારા છે. છતાં આપણે એકનિષ્ઠ રહીએ છીએ.
જ્ઞાનધારા-૧
૧૪૨
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧