________________
કરે છે, પણ તેનાથી ગતિ-પ્રગતિ થઈ શકતી નથી. તેને માટે ધર્મનાં અન્ય ચરણોને પણ ગતિશીલ બનાવવા પડે.
તેમાં સૌ પ્રથમ મહત્ત્વ સત્યને આપવું જોઈએ. સમાજને સત્યના આધાર વગર ટકાવવાનું સંભવિત જ નથી. આજે લોકોએ અસત્યને જ સત્ય માની લીધું છે. સંપત્તિ અને ભૂમિની માલિકીને જ ધર્મ માની લીધો છે. પરંતુ જમીન અને સંપત્તિના માલિક વ્યક્તિ બની શકે છે, એ હકીકત અસત્ય છે. સત્ય એ છે કે સંપત્તિ અને જમીન ભગવાનનાં છે અને તેના પ્રતિનિધિ સ્વરૂપે તે સમાજની માલિકીનાં છે. મંદિરોમાં આપણે નૈવેધ ધરાવીએ છીએ પરંતુ ભૂખ્યા માનવની આપણે ચિંતા ન કરીએ અને જે ભગવાનને ભૂખ નથી લાગતી તેને છપ્પન ભોગ ધરાવીએ છીએ.
ધર્મનું બીજું ચરણ છે પ્રેમ. તેને દયા પણ કહી શકાય. આપણે ક્યારેક ક્યારેક દયાભાવથી પ્રેરાઈને સત્કાર્ય કરી લઈએ છીએ, પણ તેને આપણે નિત્યધર્મ બનાવ્યો નથી. બજારમાં ગયા કે પ્રેમભાવનો લોપ થઈ જાય છે, એકબીજાને ઠગવાનું શરૂ કરી દઈએ છીએ. દરેક ચીજની સાથે પૈસાને જોડી દેવામાં આવ્યા છે. વિદ્વાન વ્યક્તિઓ પણ- તેમનામાં જેટલી વધારે યોગ્યતા હોય છે, તેટલી વધારે અપેક્ષાઓ – પુરસ્કાર માટે રાખે છે. આદર્શ તો એ છે કે પ્રેમનો જે અનુભવ કુટુંબમાં આપણને થાય છે, તે સમગ્ર સમાજમાં થવો જોઈએ. દરિદ્રનારાયણને આપણા કુટુંબમાં આપણે સ્વીકારવા જોઈએ અને તેને ઘરનો જ એક સભ્ય માનીને હક આપવો જોઈએ. સૌની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવાનું આપણું કર્તવ્ય છે, ધર્મ છે.
ધર્મનું અંતિમ ચરણ છે - ત્યાગ. ત્યાગ વગર સમાજનો વિકાર થઈ શકતો નથી. ત્યાગના અભ્યાસથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ખેડૂત જ્યારે પોતાની પાસેના સારામાં સારાં બીજ જમીનમાં વાવી દે છે ત્યારે જ એને અનેકગણી ફસલ મળે છે. બીજને સાચવી રાખે તો ધાનના ઢગલા એ મેળવી શકે
જ્ઞાનધારા-૧
૧૨૯
ન જેનસાહિત્ય જ્ઞાનસત્ર-૧