________________
એ છે કે સંન્યાસ અને કર્મયોગ- એ બંને ધર્મનીતિનું સંમિલન એમાં થાય છે. અહિંસાના સાધનથી જીવનની સર્વસમસ્યાઓનું નિરાકરણ શોધવાની પ્રેરણા આ યુગની સર્વોત્કૃષ્ટ ધર્મપ્રેરણા છે.
વ્યક્તિધારણા, લોકસંગ્રહ અને ચિત્તશુદ્ધિ - આ જીવન વિષયક બુનિયાદી સમસ્યાઓનો ઉકેલ શોધવાનું કામ દરેક ધર્મે કર્યું છે. પરંતુ આ ત્રણનો સમન્વય સાધી શકાય તેવી રીતે શ્રદ્ધા અને વિવેકપૂર્ણરીતે આચારનું આયોજન થઈ શકે તો જ જીવનયાત્રા સફળ બની શકે. કેવળ રૂટ ધાર્મિક વિચારો અને ક્રિયાકાંડઅથવા કેવળ બુદ્ધિરૂપ તાર્કિક જીવનશૈલીથી સંઘર્ષનો જ પ્રાદુર્ભાવ થઈ શકે છે.
આ પૃષ્ઠભૂમિમાં જોઈએ તો વિનોબાજીનું ધર્મદર્શન કેવળ રૂઢિગત માન્યતાઓને સમર્થન નથી આપતું અને તે કેવળ બૌદ્ધિક તત્ત્વજ્ઞાનનું તાર્કિક દર્શન પણ નથી. તે એક જીવનસાધના છે, એક વિશેષ ધર્મવિચાર છે. ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો તાત્ત્વિકભેદ પણ તેમણે બતાવ્યો છે.ધારણા, ધર્મ -ધર્મનું પાલન કરવા જ આપણે દેહધારણ કર્યો છે અને સંપ્રદાય તે તો પરમ તત્વને પામવાના અનેક માર્ગોમાંનો એક માર્ગ માત્ર જ છે. ધર્મમાં પૂર્ણતાનો ભાવ સંનિહિત છે.
પૂ.વિનોબાજીની દષ્ટિએ ધર્મનાં મુખ્ય ચાર ચરણ છેઃ શ્રદ્ધા, પ્રેમ, સત્ય અને ત્યાગ.
આમાં જે પ્રથમ ચરણ શ્રદ્ધાનું છે, તે તો આજે પણ જનતામાં એટલું જ પ્રબળ છે. બાકીનાં ત્રણ ચરણ કે તત્ત્વોનો ક્રમશઃ ક્ષય થતો ગયો છે. આજે ધર્મ તેના આ એક ચરણ કે પગને આધારે ટકી રહ્યો છે. તેનાથી ધર્મકાર્યમાં પ્રગતિ થતી નથી. કેવળ શ્રદ્ધાને આધારે મનુષ્યો ટકી રહેવાનો પ્રયત્ન તો
=જ્ઞાનધારા-૧
Y૧૨૮=
૧૨૮
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧e