________________
સમાધાન
સ્પષ્ટ થશે કે-સમ્યગ્દર્શનની સાથે જ સમ્યજ્ઞાનની કે સમ્યજ્ઞાનની સાથેજ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ એક પણ સમયના આંતરા સિવાય માનવી વ્યાજબી છે. અને તેથી જ આયુષ્યના છેલ્લા સમયે પણ પમાતા સમ્યફત્વવાળાને એકજ સમયનું સમત્વ અને મતિજ્ઞાનાદિ મનાય છે. હવે
જ્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને એકી સાથે થાય છે. તો પછી મોક્ષમાર્ગના નિરૂપણમાં કેઈક સમ્યગ્દર્શનને પહેલું લે, કે ઈક સમ્યજ્ઞાનને પહેલું લે, તો તેમાં કોઈ પણ પ્રકારે વિરોધ માનવાને અવકાશ નથી. વળી સમ્યગ્દર્શનરૂપી ગુણ જીવાદિક નવતર કે સાતતોના શ્રદ્ધાનરૂપ હોવાથી તે તોના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન થવા પહેલાં જીવાદિક તત્તનું જ્ઞાન થવું જોઈએ એ તો સ્વાભાવિક છે, કેમકે જે મનુષ્યને જીવાદિક પદાર્થોનું સ્વયં કે ઉપદેશથી જ્ઞાન જ ન થયું હોય તે મનુષ્ય તે જીવાદિક પદાર્થોની હેય-ઉપાદેયપણે શ્રદ્ધા કરી શકેજ કેમ ? એ અપેક્ષાએ વિચાર કરીએ તે યથાસ્થિત બેધ તો સમ્યગ્દર્શન થવા પહેલાં થવો જોઈએ, માત્ર મેક્ષરૂપી પરમ સાધ્યની અપેક્ષાએ જ્ઞાનનું સમીચીનપણું થવું તે સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા પછી જ થાય અને તેથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા વિના સમ્યજ્ઞાન ન ગણાય, પણ યથાર્થ બોધરૂપ સમ્યજ્ઞાન તો સમ્યગ્દર્શનની પહેલાં થવું જ જોઈએ, માટે યથાર્થ બોધરૂ૫ સમ્યજ્ઞાન મોક્ષમાર્ગમાં પહેલે નંબર લે તો તેમાં પણ કાંઈ વિરોધ જેવું નથી વળી સમ્યગ્દર્શનના ભેદ જણાવતાં પ્રથમ મિયાદષ્ટિ હાય અને સૂત્ર ભણતાં ભણતાં સમ્યગ્દર્શન પામે તેને સૂત્રરૂચિ સમ્યદર્શન થયું છે એમ કહેવાય. તે એ અપેક્ષાએ સમ્યગ્દર્શન થવા પહેલાં અંગ, ઉપાંગ, આદિના અધ્યયનરૂપ સમ્યફમૃત, સમ્યગ્દર્શન ઉત્પન્ન થવા પહેલાં મળ્યું છે એમ શ્રુતના સમ્યફપણાની અપેક્ષાએ પણ શ્રી વિશેષાવશ્યકવૃત્તિકાર સમ્યજ્ઞાનને મોક્ષમાર્ગના વર્ણનમાં સમ્યગ્દર્શને કરતાં પહેલું લાવે તે મળવાના હિસાબે તે અનુચિત નથી, અથવા પ્રથમ નિસર્ગ સમ્યફ થએલું હોય અને તેને લીધે અજ્ઞાનને નાશ