________________
સાગર થઈ જ્ઞાન તે થઈ ગયું હોય અને પછી તે જ્ઞાનના જોરે અધિગમ સમ્યગ્દર્શનને જેઓ મેળવે તેઓની અપેક્ષાએ વ્યવહારથી સમ્યજ્ઞાનને સમ્યગ્દર્શન કરતાં પહેલું લે તો તે કાંઈ ખોટું ગણાય નહિ, અને આજ કારણથી “ચનશુદ્ધ એ જ્ઞાન એ કારિકાની વ્યાખ્યામાં સમ્યદર્શનને માટે શુદ્ધ એવું જ્ઞાન એવો ચતુર્થીને વિગ્રહ કબુલ કરીને અધિગમ સમ્યગ્દર્શન પહેલાં તે સમ્યફવપણે પરિણમવાવાળું નિસર્ગ સમ્યગ્દર્શનનું જ્ઞાન માનેલું છે. એ અપેક્ષાએ પણ બાહ્યદષ્ટિથી સમ્યજ્ઞાનને પહેલું કહેવું તે યોગ્ય જ છે.
પ્રશ્ન ૭૧૬-પર્યુષણની શેયમાં “ધડાકલ્પને છઠ્ઠ કરીને એ વિગેરે વાક્યો આવે છે તો કલ્પસૂત્રને દહાડે છઠ્ઠનો બીજો ઉપવાસ જ આવે જોઈએ એવી રીતે છઠ્ઠ કરવો એમ ખડું કે? અને આ વર્ષમાં છઠ્ઠ કક્યારે કરવો? (વિ. સં. ૧૯૯૧).
સમાધાન-શીહીરસૂરિજી મહારાજે દીધેલા અને શ્રી કીર્તિવિજયજી મહારાજે સંગૃહીત કરેલા હીરપ્રશ્નોત્તરમાં ચતુર્દશી, અમાવાસ્યા કે પ્રતિપદા આદિની વૃદ્ધિમાં છ ક્યારે કરવો એવા પ્રશ્નના ઉત્તરમાં
ફખા શબ્દથી જણાવે છે કે આ પર્યુષણના ક૫સંબંધી છઠ્ઠ કરવામાં કઈ પણ તિથિના નિયમને માટે આગ્રહ કરવો નહિ, અર્થાત (ટીપણામાં) બે ચૌદશો હેય તે પહેલી બીજી ચૌદશને પણ છ થાય. બે અમાવાસ્યા હોય તો તેરશ, ચૌદશનો છઠ્ઠ થઈ બીજી અમાવાસ્યાએ એ ઉપવાસ થાય, અને બે પડવા હોય તો પણ તેરશ ચૌદશને છ થઈ અમાવાસ્યાએ પારણું આવી પહેલ પડવે એકલે ઉપવાસ થાય. આવી રીતે છઠ્ઠનું અનિયમિતપણું હેવાથી તિથિના નિયમને આગ્રહ ન કરવા જણાવે છે, તે આ વખતે તેરશે પર્યુષણ બેસતાં હેવાથી તેરશ અને ચૌદશને છઠ્ઠ કરે એ વ્યાજબી લાગે છે. વળી શાસ્ત્રકાર સંવછરીના અમને પણ અનાગત અને અતિક્રાન્ત એવા પચ્ચખાણના ભેદ કહી તે આગળ પાછળ કરવાનું જણાવે