________________
સાગર
સમાધાન-જે જીવને સમ્યગ્દર્શન થાય છે તેને જીવાદિક તવોમાં આશ્રવ આદિના હેયપણાને અને સંવર આદિના ઉપાદેયપણાનો નિશ્ચય હેઈ કેવળ મેક્ષને જ સાધ્ય-ફળ રૂપે ગણે છે. અને તેવા મોક્ષને સાધ્ય રૂપ ગણવાના નિશ્ચય પછી જ જે કાંઈ અલ્પ કે બહુજ્ઞાન થાય કે પહેલાંનું અલ્પ બહુ જ્ઞાન હોય તે બધું શાહુકારની ચતુરાઈ જેમ જગતને આશીર્વાદ સમાન હોય તેમ તે જ્ઞાન જ્ઞાનરૂપ ગણાય છે. અર્થાત સમ્યગ્દર્શન એટલે મોક્ષના સાધ્યપણાની સાથેજ સમ્યજ્ઞાનની ઉત્પત્તિ છે. અને તેથીજ શાસ્ત્રોમાં કેઈપણ ગેપર સમ્યગ્દર્શનવાળાને અજ્ઞાની કે મિથ્યાદર્શનવાળાને જ્ઞાની તરીકે માનેલે નથી. જે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને એક સાથે ન માનતાં કંઈક પણ આંતરે થયેલું માનવામાં આવે તો સમ્યગ્દર્શનવાળાને અજ્ઞાની કે જ્ઞાનવાળાને મિથ્યાદષ્ટિ માન પડે પણ તેમ કોઈ પણ જગો પર કોઈએ પણ માન્યું નથી, અને તેથીજ તત્ત્વાર્થની ટીકામાં લાભનો ક્રમ બતાવતાં ઉત્તરામે નિયત પૂર્વગ્રામઃ' એ પદની વ્યાખ્યામાં મુખ્યતાએ તો એવી વ્યાખ્યા કરી કેઉત્તર એટલે આગળનું એવું ચારિત્ર જે મળ્યું હેય. તે પહેલાં બે એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જરૂર મળેલાં હોય છે. પણ આ પદની બીજી રીતે એમ પણ વ્યાખ્યા કરાએલી છે કે ઉત્તરોત્તર લાભ પલાંને લાભ એટલે ચારિત્ર લાભ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનને લાભ અને સમજ્ઞાનને લાભ થયો હોય તે તેની પહેલાંનું જે સમ્યર્દશન તેને લાભ જરૂર થયેલ હેય, પણ આગળ જણાવે છે કેપૂર્વકામે મગનીયમુત્તરમ્' અર્થાત પહેલાંના વાક્યમાં જેમ ઉત્તરોત્તર શબ્દ નથી તેમ અહીં પણ પૂર્વ પૂર્વ એવો શબ્દ નથી, તેથી મુખ્યતાએ એવી વ્યાખ્યા કરાય છે કે-પહેલાંના બે એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મળ્યાં હોય તે “ઉત્તરમ્' એમ કહી એકવચન કહીને માત્ર એકલા ચારિત્રનીજ ભજનો જણાવે છે પણ “ફોરમ” એમ કહીને જ્ઞાન અને ચારિત્ર બંનેની ભજના જાણાવતા નથી આ બધા ઉપરથી