________________
સમાધાન
પ્રશ્ન ૭૫૮-કીચતુર્વિધ સંઘમાં મુખ્ય અંગ તરીકે સાધુઓ છતાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ રૂપે શ્રી ચતુર્વિધ સંઘ ગણાય છે તેમાં સાધુ-સાધ્વીઓ પંચમહાવ્રતધારક, અઢાર હજાર શીલાંગને ધારણ કરનાર જ હેય પણ શ્રાવક-શ્રાવિકા એ શ્રીસંઘના પરિવાર રૂપે પણ ક્યારે ગણાય ?
સમાધાન-વ્યવહારથી આત્મકલ્યાણ કરનાર શ્રીજિનવચનને હિતબુદ્ધિથી સાંભળે તે સર્વને શ્રાવક-શ્રાવિકા ગણાય અર્થાત દેશવિરતિ, સમ્યકત્વ કે અપુનર્બ ધકપણાની દશાને ધારનારે પણ તે હોય તો પણ શ્રાવક ગણાય.
પ્રશ્ન ૭૫૯-કોઈક કહે છે કે-સમ્યકત્વ પામ્યા પછી પણ બેથી નવ પલ્યોપમ મહસ્થિતિ ખપાવે તો શ્રાવક કહેવાય એ શુ સત્ય છે?
સમાધાન-દેશવિરતિની પાપ્તિ માટે નવ પલ્યોપમને સમ્યફવ પછી ખપાવવા પડે, પણ શ્રાવકપણું તે અપુનબંધકપણું અને પછી સમ્યકત્વ એ બંનેની પ્રાપ્તિથી આવી જ જાય છે. (જુઓ ધર્મસંગ્રહ વિગેર) ભરત મહારાજા, કૃષ્ણ મહારાજા અને શ્રેણક મહારાજાઓએ તે નવ પલ્યોપમની સ્થિતિ નહતી ખપાવી તે પણ શાસ્ત્રકારોએ તેઓને શ્રિાવક માન્યા છે.
પ્રશ્ન ૭૬૦-શ્રીતત્ત્વાર્થસૂત્રકાર ભગવાન ઉમાસ્વાતિ વાચકજી મહારાજ “ નાનાત્રિાઉન મેક્ષમઃ એમ કહી મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શન ને પહેલાં જણાવે છે અને શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં પણ “ના. સિસ્સ નાઈ” એ વચનથી સમ્યગ્દર્શન પહેલું અને પછી જ સમ્યજ્ઞાન એમ સ્પષ્ટ અક્ષરોમાં જણાવે છે છતાં શ્રીવિશેષાવસ્યકની ટીકામાં ભલધારીય હેમચંદ્રસૂરિજી મહારાજ પરમrform” એ પદની વ્યાખ્યા કરતાં “માસમા સચ્ચારનવારિત્ર:” એમ કહી મોક્ષમાર્ગમાં સમ્યજ્ઞાનને અગ્રપદ આપે છે, તો એ બેનો વિરોધ કેમ ન ગણવો?