________________
સમાધાન તેથી હિંસાની માન્યતા અને દેશના મિથ્યાત્વીને હેય એમ ગણનારે. ભગવાન જિનેશ્વરની ભયંકરમાં ભયંકર આશાતના કરનારે થાય છે.
(ઉ) હિંસા વસ્તુજ ન હોય તે અણુવ્રતો અને મહાવતો રહેતાજ નથી અને તેથી દેશવિરતિ અને સર્વવિરતિનાં ગુણઠાણું લેપવાનું પ્રાયશ્ચિત તેવાઓને લાગે છે.
(9) પ્રાણાતિપાત વિગેરેને ન માનનારે મનુષ્ય શાસ્ત્રોમાં પ્રાણતિપાત વિગેરેથી છેવોનું ભારેપણું થવાનું જે કહ્યું છે તેને ન માનનાર થઈ મિથ્યાત્વગુણઠાણાવાળો થાય તેમાં આશ્ચર્ય નથી.
(એ) જે ઉપદ્રવ અને પીડા છોને થતી જ નથી, તો પછી આરંભિકી અને પારિતાપનિકી ક્રિયાજ જગતમાં નથી એમ માનવું જોઈએ. અને તેમ માનનારો મિથ્યાત્વી સિવાય બીજો ન જ હોય. . (ઐ) જૈનનાં સામાન્ય બાલકે પણ જે સૂત્ર જાણે છે એવા ઇરિ યાવહિના સૂત્રમાં પણ એકેંદ્રિયવિગેરેના અભિવાતાદિથી પાપ થવાનું સ્પષ્ટ જણાવેલું છે, એટલે જેઓ પરિતા પાદિકને માનનારા નથી, તેઓ જેનબચ્ચાંઓ કરતાં પણ અધમાકેટીના છે.
પ્રશ્ન ૧૧૧૭ આત્માને કર્મ લાગતાં નથી એ જડનાજ કારણથી અને તેના ઉદયથીજ કર્મ બંધાય છે એમ નહિ?
સમાધાન-(અ) મિથ્યાત્વ, અવિરતિઆદિક હેતુએ આત્માને કનને બંધ થાય છે, એ વાત નવતત્વમાં બંધતત્ત્વને સમજનાર અને માનનારે રહેજે સમજે અને માને. જે આત્માને કર્મ લાગતાં ન હોય તો આત્મા સંસારમાં રખડતજ નહિ. ભવમાં રખડત ન હોત તો શરીર હેત નહિ. શરીર ન હોત તો ઇકિયે ન હેત અને ઈકિ ન હોત તે વિષયને બેધ હેત નહિ. અને વિષયને બોધ ન હોત તો સુખ-દુઃખ થાત નહિ. માટે આત્માને કર્મ લાગતાં જ નથી એમ માનનારે જૈનશાસન, જૈનધર્મ કે નવતત્વનો સર્વથા બંધ કર્યો નથી