________________
સમાધાન
૧૧૧ સમાધાન-પ્રીતત્તરંગિણીમાં ચૌદશના ક્ષયે તેરશને દિવસે તેરશ કહેનાર મૂર્ખશિરોમણિ ગણ્યો છે. તેથી પર્વના ક્ષયે તેનાથી પહેલાના અપર્વને ક્ષય કરે એજ વ્યાજબી છે. તથા શ્રી હીરસૂરિજી આઠમ, અગીયારસ અને પુનમ-અમાવાસ્યાની વૃદ્ધિએ બીજીતિથિનેજ ઔદયિક માને છે એટલે પહેલી આઠમ વિગેરે તિથિએ આરાધનામાં આઠમ આદિન સૂર્યોદય જ ગણાતો નથી. તેથી પર્વની વૃદ્ધિએ તેનાથી પહેલાના અપર્વ ની જ વૃદ્ધિ થાય એ વાત તમારે કબુલ કરવી જ પડે તેમ છે. હવે ચોથની પર્વતિથિ માટે સમજવું કે શ્રીશ્રાદ્ધવિધિમાં બીજ પાંચમ આદિ પક્ષની છ તિથિઓ જણાવીને વર્ષના પર્વ તરીકે સંવછરી જુદી ગણવેલ છે, માટે ભાદરવા સુદ ચોથ બીજ આદિ કરતાં વિશેષ પર્વ છે, માટે તેની વૃદ્ધિહાનિ થાયજ નહિ, એમ માનવું જોઈએ અને તેથી પાંચમની ક્ષય-વૃદ્ધિએ અને ચોથની ક્ષય-વૃદ્ધિએ જેમ પુનમ કે ચૌદશની ક્ષય-વૃદ્ધિએ તેરશની જ ક્ષય-વૃદ્ધિ પરંપરાથી થાય છે અને તે શાસ્ત્રસિદ્ધ છે, તેમ ત્રીજની ક્ષયવૃદ્ધિ શાસ્ત્રસિદ્ધ માનવી જ જોઈએ. કલ્યાણકની આરાધના પ્રાયે તપથીજ હેય છે, અને છઠઆદિ તપનો ઉચ્ચાર તો સાથે પણ થાય છે, તેથી આગલા દિવસ પૂરા થાય. એકાસણાદિ દિનબદ્ધ કલ્યાણકોમાં ક્ષય–વૃદ્ધિ નથી જ થતી.
પ્રશ્ન ૯૨૯-ખરતરે પિતાના જિનદત્તસૂરિને પાટણથી ઔષ્ટ્રિકીવિદ્યા સાધીને રાતોરાત જાવા ગયા માને છે તો વિદ્યાઆદિથી થયેલા વાહને ઉપર સાધુ બેસે ખરા ?
સમાધાન-ખરતરે જે ઔષ્ટ્રિકવિદ્યાથી બનેલી ઉંટડી ઉપર બેસીને ગયાનું કહે છે તેજ બીજાઓ ઔષ્ટ્રિકવિદ્યાને શાસ્ત્રમાં પાઠ ન હોવાથી તેમજ સાચી બનેલી હકીકતને આધારે ઉંટડી ઉપર બેસીને ગયાનું કહે તે પણ સાધુને વિદ્યાથી બનાવેલી કે કોઈ પણ ઉંટડી ઉપર બેસવાનું થાય તે દૂષિત હોવા સાથે પ્રમાદ સ્થાન જ છે. ગશાલાએ પોતે આ આત્મા બીજે છે અને આ શરીર માત્ર શા