________________
૧૧૦
સાગર
ચઉદશના ક્ષયે તેરશે તેરશનું નામ કહેવાને સંભવ નથી, પણ આરાધનામાં ચઉદાજ છે એમ કહેવાય છે. પર્વતિથિના ક્ષયની વખતે આવી રીતે તતરંગિર' કહે છે કે તેથી પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિને ગણવી નહિ, પણ તે દિવસે પર્વતિથિજ ગણવી. એટલે સૂર્યોદય થયો ત્યારથી ચૌદશ આદિ પર્વતિથિજ મનાય એટલે અપર્વને ક્ષય કરનારને તો પર્વની તિથિ ઉદયવાળીજ છે પણ જેઓ અપર્વતિથિને ક્ષય નથી માનતા, તેઓને પર્વતિથિનો ક્ષયે અપર્વમાં કરાતા પચ્ચકખાણાદિ ઉદય વગરના છે. અને તેથી ભેળસેળપંથીઓ ઉદય વગરની પર્વતિથિને માનનારા હોવાથી આજ્ઞાભંગાદિ દોષો પામે છે. વળી પર્વતિથિની વૃદ્ધિની વખતે પણ શ્રી હીરસૂરીશ્વરજીમહારાજ બીજી પર્વતિથિનેજ
ઔદયિક કહે છે. અર્થાત પહેલી પર્વતિથિને પર્વતિથિના ઉદયવાળી જ માનતા નથી અને તેથી પહેલે દિવસે બીજઆદિને સૂર્યોદય છતાં પણ ન ગણે. એટલે આપોઆપ તે ઉદય પડવા આદિ અપવનોજ ગણા અર્થાત્ પર્વતિથિની વૃદ્ધિ વખતે પહેલાની અપર્વતિથિનાજ બે સૂર્યોદય થયા, એટલે અપર્વની વૃદ્ધિ થઈ આવી રીતે પૂર્વ કે પૂર્વતર એવા અપર્વની વૃદ્ધિ માનનારાઓ તો ઉદયને એકડો માને છે અને તિથિને આરાધે છે, પણ એકપર્વને ઉદય માનીને પણ તે પહેલાં પર્વને નહિ આરાધનારા આજ્ઞાભંગાદિ દેષાને પામનારા અને વ્રતનિયમનો ભંગ કરનાર અને કરાવનાર છે.
પ્રશ્ન ૯૨૮-બીજીઆદિ પર્વ તિથિયોની આરાધનામાં ક્ષય કે વૃદ્ધિ થાય નહિ એ ઠીક પણ ભાદરવા સુદ ચોથ એ બીજઆદિ પર્વતિથિ.
માં નથી માટે તે ચોથની સ્વયંવૃદ્ધિ હેાય કે પંચમીની ક્ષય-વૃદ્ધિને લીધે તેની ક્ષય–વૃદ્ધિ પ્રાપ્ત હોય તો ભાદરવા સુદ ચોથની ક્ષય-વૃદ્ધિ માનવામાં અડચણ શી? અને એ હિસાબે ભાદરવા સુદ પાંચમની કે ચોથની ક્ષય-વૃદ્ધિએ ભાદરવા સુદ ચોથની ક્ષય-વૃદ્ધિ માનવામાં અડચણ શી? અને એવી ક્ષય-વૃદ્ધિ વધારે કલ્યાણકમાં માની લેવી.