________________
સમાધાન
૧૦૯
પુનમ કરાય એ આજ્ઞાભંગાદિ દોષવાળું કેમ ન ગણાય? વળી પુનમઅમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરતાં ઉદયવાળી ચઉદશે તેરશ કરવી. ઉદયવાળી પુનમે ચઉદશ કરવી. એ પણ આજ્ઞાભંગાદિ દોષથી મુક્ત કેમ ગણાય ? એવી રીતે ભાદરવા સુદ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય–વૃદ્ધિ કરતાં પણ ઉભય પ્રસંગે ઉદયને ઉડાડવાથી આજ્ઞાભંગાદિ દોષ કેમ ન લાગે?
સમાધાન-શાસ્ત્રકારોએ સ્થાને સ્થાને “મિ ના વિદી એ ગાથા લખીજ છે અને ઉદયવાળી તિથિજ પ્રમાણ જણાવી છે એ સર્વ કેઈને માન્ય છે. પરંતુ ઈતરતિથિ કઈ લેવી એ સમજવાની જરૂર છે. જે સ્થાને એ ગાથા શ્રાદ્ધવિધિમાં લેવામાં આવી છે તેમાં–
'पूआ पच्चक्खाण पडिकमणं तह य नियमगहण च ।
जीए उदेइ सूरो तीइ तिहीए उ कायव्व ॥ આ ગાથા જણાવતા તિથિ ચા પ્રત્યારાનવેન્ચયાં ચાત સા પ્રમાઈ એમ જણાવે છે અને તેને અંગે ઈતરતિથિને નિષેધ કરે છે. એટલે તિથિપ્રવેશ પૂજાદિક્રિયાકાલ કે પ્રતિક્રમણકાલ વ્યાપ્તિથી તિથિ માનવામાં આવે તો આજ્ઞાદિભંગાદિ દોષ લાગે છે. અર્થાત આ પ્રકરણથી બીજી રીતે તિથિ માન્યતા ન રાખવી એટલું જ જણાવે છે, એમ ન માનતા જે એમ માનીયે કે અનુદયની તિથિ કરવા માત્રમાં આજ્ઞાભંગાદિ દોષ લાગે છે તો પછી ક્ષીણપર્વતિથિને આરાધતાં આશાભંગાદિ દોષો લાગશે. કારણ કે જ્યારે બીજઆદિમાં સૂર્યોદયને સ્પર્શ હેય નહિ ત્યારેજ તે બીજઆદિ ક્ષય પામેલી કહેવાય અને તેવી સૂર્યોદય વગરની બીજઆદિએ જે બીજઆદિ તિથિ મનાય તો આજ્ઞાભંગાદિ દોષ લાગવા જોઈએ. વળી આ ગાથાથી ઉદયમાં હોય તે તિથિ કરવી જ જોઈએ એમ કહીએ તો પણ બીજઆદિની વૃદ્ધિ વખતે બંને તિથિઓમાં સૂર્યને ઉદય ફરસેલે હોય છે તેથી પહેલાની એક તિથિ અને તે નહિ આરાધનારને આજ્ઞાભંગાદિ દેષો જરૂર લાગશે અને આ વાતને કોઈપણ સુજ્ઞ મંજૂર કરેજ નહિ ખરી રીતે તે