________________
, સાગર
પ્રક્સ ૯૯૭-ભગવાન શીવજીસ્વામીજીએ છ માસની ઉમ્મરમાં માસિચ ઇસુ જ એ વચનથી દીક્ષાવાળા ગણાયા છે,
વળી આવશ્યકની શ્રીહરિભદ્રસૂરિઆદિની ટીકાઓમાં પણ ત્રણ વર્ષની ઉંમરે દીક્ષા દીધી' એમ લખ્યું છે.
યુગપ્રધાનમંત્રમાં આઠ વર્ષ ગૃહસ્થપણા પર્યાય લખ્યો છે. તે એ ત્રણેયને મેળ કેમ મળે ?
સમાધાન-ભગવાન શ્રીવજીસ્વામીજીને તેમની માતાએ સાધુને વહેરાવ્યા તે અપેક્ષાએ છ મહિનાની દીક્ષા માની છે. આટલા માટે જ શાસ્ત્રકારોએ શય્યાતરકુલમાં વજીસ્વામીજીનું પાલન થતું હતું ત્યાં પણ “યુગપયા ય સે દો’ એમ પ્રાસુકથી પોષણ જણાવેલ છે.
પછી ત્રણ વર્ષની વયે રાજસભા સુધી તેમની માતાની તકરાર પહોંચતાં, ત્યાં પણ પરિણામમાં રાજસભામાં રજોહરણને સ્વીકારથી દીક્ષાથી અલંકૃત કરવામાં આવ્યા અને શય્યાતરને ત્યાં ન રાખતાં તે દીક્ષિત વજીસ્વામીજીને સાધ્વીના ઉપાશ્રયે રાખ્યા.
પછી આઠ વર્ષની વયે વડી દીક્ષા અપાઈ પછી સાધ્વીને ઉપાશ્રયે રહેવું બંધ કર્યું, તેથી વડી દીક્ષાની અપેક્ષાએ આઠ વર્ષ ગૃહસ્થપર્યાયમાં ગણ્યા.
આ સિવાય બીજું પણ સમાધાન બહુશ્રુત કરે તે તે ના નહિ.
પ્રશ્ન ૯૦૮-સાધુઓ સાધુ પાસે આલેયણ લે છે તેમ સાધ્વીઓ સાધ્વીઓ પાસે આલેયણ કેમ નથી લેતી ?
સમાધાન-સાધ્વીઓને જેમ દષ્ટિવાદ ન ભણાવાય તેવી રીતે આર્યરક્ષિતરિજી પછીથી આચારપ્રકલ્પઆદિ છે સૂત્ર આપવાના નિષેધને અંગે સાધ્વીઓને પણ આયણ લેવાનું આચાર્યાદિક સાધુઓ પાસે જ હોય છે.