________________
કાર્ય થયું છે. આ જીવનમાં તો એમણે કરેલા ઉપકારોનો પ્રત્યુપકાર કરી શકાય એમ નથી. આ જ ગ્રંથમાં પણ વાત કરી છે - “કશયપ્રત્યુપરાશ ભાવનો ધર્મવાર્યાઃ ”
જેમના મૂળવૃત્તિના સંપાદનને કારણે આ સંપાદન કાર્ય સરળ થયું છે એવા અનેક ભાષાઓના જાણકાર વિદ્વધર્મ પૂજ્ય મુનિશ્રી જંબૂવિજયજી મ.સા.ને અને પ્રસ્તુત દીપિકાના ૧ થી ૪ અધ્યનના પૂર્વસંપાદક પૂ.આ.શ્રી મિત્રાનંદસૂરીશ્વરજી મ.ને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરું છું.
પાઠભેદોની નોંધ આપવાની પૂર્વ પરંપરાને બદલે આ સંપાદનમાં જે શુદ્ધતમ પાઠો મને લાગ્યા છે અને જ્યાં શંકા થઈ ત્યાં પ્રજ્ઞાની પૂ.વિદ્યાદાતા મુનિશ્રીજિનપ્રેમ વિ.મ.ના માર્ગદર્શન મુજબના પાઠો લીધા છે. અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ મારી શંકાઓનું સમાધાન કરી આપવાનો એમનો ઉપકાર વિસરી શકાય એમ નથી. ‘[ ] આ નિશાની અંતર્ગત લીધેલા વાક્યો, ઉપયોગી લાગતા પૂ.આ.શ્રીઅભયદેવસૂરિજી મ.ની ટીકામાંથી લીધા છે.
આ ગ્રંથમાં કહ્યું છે - “તિષ્ફ તુપૂડિયાર મડતો, તે નહીં મHપડો, મટ્ટિ ઘમ્પાયરિયસ [૨૪]' ઘરે અવતરેલા બાળકને સામગ્રી, શીક્ષણ અને સંપત્તિનો વારસો તો ઘણા માતા-પિતા આપે છે પણ સુસંસ્કારોનો વારસો આપી સંયમ જીવનના લોકોત્તર પદ પ્રાપ્તિના પાયારૂપ બનેલા પૂ.ગુરૂદેવ મુનિશ્રીહર્ષપ્રેમ વિ.મ.(બાપુજી મ.), સા.શ્રીહર્ષશીલાશ્રીજી મ.(બા મ.) તથા સા.શ્રીચન્દ્રશીલાશ્રીજી મ.(બેન મ.)ના ઉપકારો આ ક્ષણે સ્મૃતિ પટ પર લાવી કૃતજ્ઞતા સહ ધન્યતા અનુભવું છું.
દિક્ષાની પ્રેરણાના આદ્ય શ્રોતરૂપ પૂ.દાદાગુરૂદેવ મુનિશ્રી ભક્તિવર્ધન વિ.મ., સા.શ્રી હંસાવલીશ્રીજી મ., સા.શ્રીજયશીલાશ્રીજી મ. આદિ અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપકારો કદી ભૂલાશે નહીં.
ભીમભવોદધિતારક ગુરૂદેવશ્રી, માતા-પિતા પછી ત્રીજા ઉપકારી “મટ્ટિસ'નો અર્થ ટીકાકારે કર્યો છે મ7 , પોષ.. તો મારા આ સંયમજીવનના પોષક એવા તમામ સહવર્તીઓ તેમજ કલ્યાણમિત્રો આ પ્રસંગે ભૂલાય તેમ નથી. શ્રી પાર્શ્વ કોમ્યુટર્સના વિમલભાઈ અને સ્ટાફની શ્રુતભક્તિ પણ ધન્યવાદને પાત્ર છે.
છvસ્થતા ને કારણે થયેલી ભૂલોને સુધારી વિજ્ઞ વાચકવર્ગ આ ગ્રંથના વાંચન મનન, નિદિધ્યાસન દ્વારા કર્મમુક્તિ અને પરંપરાએ ભવમુક્તિને શીધ્ર પ્રાપ્ત કરે એ જ અભિલાષા સહ.
- ગુરૂકૃપાકાંક્ષી મુનિ ધર્મપ્રેમ વિજય
(હર્ષશીશુ)