________________
અંત૨ની વાત... ત્રણ સ્વીકાર.. અનંત કરૂણાના સાગર, આપણા નિકટના ઉપકારી, ચરમતીર્થાધિપતિ પ્રભુ મહાવીરે ગણધરોને સમસ્તકૃતની અનુજ્ઞારૂપ અને અચિંત્યશક્તિપાતસ્વરૂપ ત્રિપદીનું દાન કર્યું. તે કૃપા પ્રાપ્ત થતા જ સર્વે ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. તેમાંથી પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીએ રચેલી દ્વાદશાંગી હાલ પ્રાપ્ત થાય છે. તેમાંનું ત્રીજું અંગસૂત્ર છે - શ્રીસ્થાનાંગસૂત્ર. દસ અધ્યયન અને એકવીસ ઉદ્દેશકોમાં એક, બે, ત્રણ.... એમ દશ સુધીની સંખ્યાના માધ્યમે પ્રભુએ પ્રરૂપેલા અનેક, અભૂત, અલૌકિક, અશકનીય (સચોટ) પદાર્થોનો સંગ્રહ છે.
મૂળસૂત્રગ્રંથનું સ્પષ્ટ તેમજ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં ટીકાઓ ખૂબ સહાયક તેમજ જરૂરી બને છે. શ્રીસ્થાનાંગસૂત્રની બે ટીકાઓ પ્રસિદ્ધ છે. (૧) વિ.સં.૧૧૨૦માં રચાયેલી પૂ.આ.શ્રીઅભયદેવસૂરિજીની (૨) વિ.સં.૧૬૫૭માં રચાયેલી પૂ.નગર્ષિગણિજીની.
આપણને પ્રાપ્ત થયેલો આ સેંકડો વર્ષો જૂનો જ્ઞાન વારસો નષ્ટ ન થાય અને હજી સેંકડો વર્ષો સુધી આવનારી પેઢીઓને પ્રાપ્ત થાય, એની ચિંતા પૂજ્ય ગુરૂદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજને સતાવી રહી હતી. વર્ષોના અથાગ પ્રયત્નો બાદ સેંકડો વર્ષો સુધી ટકે એવા કાગળો પ્રાપ્ત થતા શ્રુતસમુદ્ધારનું કાર્ય ચાલુ થયું. ટીકા સહિત અનેક આગમો અને બીજા પણ અનેક ગ્રંથો આવા કાગળ પર છપાઈ ગયા છે. પૂ.આ. શ્રીઅભયદેવસૂરિજીની ટીકા છપાઈ ગયા બાદ પૂ.નગર્ષિગણિજીની દીપિકા ટીકા પણ છપાવવાનો ગુરૂદેવશ્રીને વિચાર આવ્યો.
માત્ર ૧ થી ૪ અધ્યયનની એક સંપાદિત પ્રત પ્રાપ્ત થઈ. પરમોપકારી ગુરૂદેવ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.એ સંપૂર્ણ દીપિકાનું સંશોધન-સંપાદનનું કાર્ય મને સોપ્યું અને તેઓશ્રીની પુણ્યકૃપાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના હસ્તલિખિત જ્ઞાનનિધિના સંગ્રહમાંથી લીંબડી, પાટણ, અમદાવાદની કુલ ૪ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. પણ પ્રાચીન લીપી તેમજ સંશોધનક્ષેત્રે હું સાવ અજાણ, અજ્ઞ હતો. પૂજ્ય ગુરૂદેવ આ.શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.એ સંપૂર્ણ જ્ઞાન, પ્રેરણા અને હિંમત આપતા કાર્ય હાથમાં લીધું. વચ્ચે ઘણી વાતો સાંભળી ઉત્સાહ મંદ થઈ ગયો. જેમકે... કોણ વાંચશે ? આગમ વાંચનારા કેટલા ? તેમાં પણ ૧ આગમની પ્રસિદ્ધ મુખ્ય ટીકા જ બધા વાંચે – દીપિકા કોણ વાંચશે ? આમાં સમયનો વ્યય કરવા કરતા એવું જ્ઞાન મેળવો કે લખો જે આજના કાળને ઉપયોગી થાય વગેરે... પૂ.ગુરૂદેવશ્રીને વાત કરી. “આ તો ધૃતરક્ષાનું કાર્ય છે. આનાથી જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મોના ક્ષયોપશમો થશે. કર્મમુક્તિ - એ જ આપણું લક્ષ્ય અને લાભ છે” આવા અનેક સુંદર સમાધાનો પ્રાપ્ત થતા ફરી ઉત્સાહ વધ્યો. ગુરૂદેવોની પ્રેરણા અને કૃપાથી જ આ