________________
૧૬૮
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ કાયમ લીલા કાગ
વ્યાસ ગમે તુલસી ગયે રહા ન ઈસર માધ, કાગ ખાની જગ રહ ગઈ કૈવલ ૫૬ ગયે કાગ. સત્ય ઉપાસક શારદા રામાયણ અનુરાગ, કરમીચારણકુળમાં કૃષ્ણભક્ત સત કાગ. ભક્તીરદ ભવસી તરસમ દરશી સદ્દભાગ્ય, તરનતાર ઉધાર કર અમરઅહર નીશ કાગ. વાણી અમૃત સિંચીયું બહેકે પુષ્પબાગ, કરમાણેા નહી કોઈદી કાયમ લીલા કાગ. સતરાથી સાથા લગી દિલે ન લગ્યા ડાગ, હરીગુણ ગાયા હેતથી કરી ને ખુશામત કાગ. દાયરામાં તું દીપા સત્યના પેરીને સ્વાંગ, જોટા મળે નહી જગતમે લાડુ નરમેં કાગ. સદાસČદા શોભતા રમણીય મધુરા રાગ અવની ઉપર અમર છે. કાયમ દુલા કાગ. ગુણીયલ ભાષા ગામઠી તારો સાદો નિત્ય સુવાંગ કામધેનુ પાલક સદા કરમે ખેડુત કાગ. સેડવદરી —કવિ અંબુ નાથાલાલ દવે
*
દુલા ભાયા કાગ
દુર ગયા. એ દુર ગયા, જગની દુગ્ધાથી દુર થયા; લાખ ચેારાશીફેરા ટાળી, ભવબંધનથી મુક્ત થયા. ભાણ હતા જગ જાણુ હતા, નિજ જ્ઞાતિ તણા એ પ્રાણ હતા; યાવત્ તેની ક પ્રભાવના, સત્કર્મી તા કરનાર હતા. ફાળ ગતિને પારખનારા, પરમ પ્રવીણ કરનાર હતા; ગતિ ના જાણી તારી કોઇએ, તું કયા લાક તણા રહેનાર હતા ? —મગનલાલ ડી. મેાતીવાળા
બગસરા
શાંતિ આપે। સ્વર્ગમાં
ચારણ કુળના કોટ, હતા સનેહી સરવના, પડી જગતને ખાટ, ત્રિકમ જાતાં કાગડા એક અંજલી આજ, ત્રિકમ અરપુ` તુજને, અવધપુરી રાજ, શાંતિ આપે। સ્વર્કીંમાં. —મહારાજ ત્રિકમદાસજી ભગવાનદાસજી
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
કલેાલ