________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ -
કરમી ચારણ કાગ
^^^^
ws
બુદ્ધિ બલ બિકસાવ્યો, બરણાં ચારણ બાગ, મહેકે સૌરભ મુલકમેં, કુશલ માલી બે કાગ, કુશાગ્ર બુદ્ધિ કાવ્યમેં, આતમ જ્ઞાન અથાગ, ધન ધન ચારણ યશ ધરા, કરમી ચારણ કાગ. કંઠ કહેણી કાવ્યમેં, પરખ્યો તીર્થ પ્રયાગ, ધન ધન ચારણ યશ ધરા, કરમી ચારણ કાગ. કવિતા વાણી કાગરી, ભોયણ સાત ભાગ, વનવેલી જો વિકસી, કસબી ઉણરો કાગ. પાયો ચંદ્રક ૫દમ શ્રી, ચારણ વરણ ચિરાગ, ધન ધન ચારણ યશ ધરા, કવિવર દુલા કાગ. બરનું થારા કિં બિપુલ, ભાયારા બડ ભાગ, જશનામી જગમેં જરૂ, કવિવર દુલે કાગ. ગયે હાય દે જ્ઞાતિકે, દિલમેં ચિંતા દાગ, થંભ બરન થડકી ગયો, કરમી ચારણ કાગ. 2 વિસ પનર તુંહી, વર્ષ રહ્યો અળ વાગ, ડણક ચિરંજીવ હે દણી, કવિવર દુલા કાગ. જામનગર -કવિ જબરદાન રોહડિયા
પિંજર પૂર્યા હંસલા ! હાલ્યો મૂકી હેત, કાજળ કોય કાગડા ! કીધે ના સંકેત. કેરા (કચ્છ) –શિવાજી કે. બારેટ
કાગ બાપુ વિના કેઈ, મને શણગારી ચચે નહિ; દુલા વિના દુઃખ હેય, હવે કવિતાને કાયમી. માલપરા
-ગિધુ મહારાજ
શબ્દવેધુ તમે ચતુર શાણા, ઓળખ શક્તિ અપાર; રામાયણને રંગ રૂદામાં, રામ રૂપમાં તાર. ધારી
' -સંત કવિ અમરદાસજી
સા' કuિઝી દુલા કાકા સ્મૃતિ-gla