________________
w
,
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-સંધ
જતાં દુલા કાગ ફેરમ ગઈ ફૂલડાં તણી, કરમાયો કવિતા બાગ, સુવાસ સઘળી જતી રહી, જાતાં દુલા કાગ. ગૌરવ હતું ગુજરાતનું, પાશ્રી દુલા કાગ, ચારણકુળ શિરોમણિ, હતા કવિજન કાગ. પીંપળ પાન ખરી ગયાં, કુંપળ ફૂટી નૈ, રડતાં ઊભાં રૂખડાં, આજ કવિતા સ્વર્ગે નૈ. સરવાણી સૂકાઈ ગઈ, મુંઝાણા ભજન, કવિત, રડતાં માતા સરસ્વતી, ઢળાણાં ગીત નવનીત. કાળ નગારાં વાગતા, સ્વર્ગે સીધાવ્યા કાગ, ગીત ભજન મૂકી ગયા, મૂકી હળવા રાગ. દુખિયાને દિલાસે ગયે, સુખિયાને ગયો સત્સંગ, ભક્ત કવિ દુલા ગયા, છોડી સૃષ્ટિના રંગ, આવાસમાંથી ઊડી ગયા, કવિતા મૂકીને કાગ; ગયા પ્રભુના ધામમાં, છોડી સર્વે અનુરા. ગયા પણ ગયા નથી, રહ્યો વાણીમાં વાસ, જયાં લગ માનવ જીવતાં, ત્યાં લગ દુલા પાસ. કાયામાં હતા કૃણજી, રૂદામાં હતા રાય; જીભે માતા સરસ્વતી, દુલા તમને પ્રણામ. દુલા તુંહી દિલ ભલા, ભલા તુંહારા કામ; થાવતચંદ્ર દિવાકરી, રહેગા દુલા નામ.
–આપ હમીર
,
સાહિત્ય કે શૃંગાર ગયે, સુત ગયે શારદ કે; સાજ કે આવાજ ગયો, પ્રાણ ગયે પરજ છે. મહેમાને કે માન ગયો, મહંત ગયા મજાદર કે; સ્વર્ગ પંથે યે કાગ ગયે, સાથી હમ સબ કે. ચલાળા –પ્રજાપતિ વેહલભભાઈ
- ૨ .. કાપી લાકI BIGLય ,